જૂનાગઢમાં જળબંબાકાર ! 24 કલાકમાં ગિરનાર પર 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. જાણકારી મુજબ 29મી તારીખના સવારના 6 વાગ્યાથી 30મીના સવારના 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ જૂનાગઢમાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને જૂનાગઢમાં ગઈ કાલથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાતાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ગીરનાર પર્વત પર જોવા મળ્યો નયનરમ્ય નજારો
જૂનાગઢ જિલ્લામા એક તરફ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કુદરતી સૌદ્રય ખીલી ઉઠ્યું હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢમાં વરસાદ બાદના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જુનાગઢ ગીરનાર પર છેલ્લાં 24 કલાકમાં 16 ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા ગિરનારની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
#WATCH | Gujarat: Waterlogging in Junagadh due to overflowing of a dam after heavy rainfall (29/06) pic.twitter.com/62BJ6pFzHP
— ANI (@ANI) June 29, 2023
ભારે વરસાદથી ડેમો થયા ઓવરફ્લો
આ સિવાય જૂનાગઢમાં ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા નીર આવ્યા છે. ત્યારે બીજી તરફ ઓજત વિયર ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે.જેના લીધે ઓજત નદી બે કાંઠે વહી હતી અને ઘેડ પંથકના કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમજ ભારે વરસાદના કારણે શહેરને પાણી પુરુ પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થઈ જતા 5 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ: સતત બીજા દિવસે ક્વાટર્સના મકાનનો ભાગ ધરાશાયી, 30થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ