અમદાવાદ: સતત બીજા દિવસે ક્વાટર્સના મકાનનો ભાગ ધરાશાયી, 30થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
અમદાવાદ શહેરમાં આજે ફરી એક વાર બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ શહેરના ગોમતીપુરમાં આવેલી એક બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા લગાવાઈ રહી છે.
ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી
અમદાવાદમાં સતત બીજા દિવસે ક્વાટર્સના મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે શહેરના મણિનગર સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે શહેરના ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમાં 30થી વધુ લોકો ફસાયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગે સ્થળ પર પહોંચી રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે. અને 30થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે કે આ બિલ્ડીંગ ખુબ જ જુનુ અને જર્જરિત હતું.જેથી વરસાદને પગલે મકાન ધરાશાી થવાની ઘટના બની છે.આ સ્લમ ક્વોટર્સમાં 17 જેટલા પરિવારો રહેતા હતાં.
ગઈકાલે મણિનગરમાં પણ બની હતી આવી ઘટના
ગઈકાલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ગઈકાલે શહેરના મણિપુરમાં પણ એક સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ ઘટનામાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામનું સલામત રીતે રેસ્ક્યું કરવામા આવ્યું હતું.
મકાન જર્જરિત થવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી
સ્લમ ક્વોટર્સનો ભાગ તૂટી પડવાની ઘટના સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટના બાદ આખું ક્વાટર્સ ખાલી કરી દેવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગ દ્વારા પણ અગાઉ પહેલા આ મકાન જર્જરિત થવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક લોકોએ આ ક્વાર્ટર્સ ખાલી કર્યા ન હતા. જેના કારણે આજે મોટી ઘટના થતાં સહેજમાં અટકી છે.
આ પણ વાંચો : મોરબી : મચ્છુ-3 ડેમ છલોછલ થતા બે દરવાજા 1 ફૂટ ખોલાયા, 20 ગામોને કરાયા અલર્ટ