- પાન-આધાર લિંક કરાવવા માટે કરદાતાઓએ ઇ-પોર્ટલ ઉપર ધસારો કર્યો
- નવા પાન કાર્ડની અરજી માટે આધારકાર્ડ નંબર દર્શાવવો પડશે
- આધારકાર્ડ સાથે લિંક નહીં થયેલા પાન પહેલી જુલાઇથી નિષ્ક્રિય
સમય મર્યાદા પૂરી થવા આવતાં છેલ્લી ઘડીએ પાન-આધાર લિંક કરાવવા નાગરિકોની દોડધામ વધી છે. જેમાં આધારકાર્ડ સાથે લિંક નહીં થયેલા પાન પહેલી જુલાઇથી નિષ્ક્રિય ગણાશે. આજે છેલ્લો દિવસ હોઇ ઈન્કમટેક્સના ઓનલાઇન પોર્ટલ ઉપર ધસારો વધી ગયો છે. તેમજ નવા પાન કાર્ડની અરજી માટે આધારકાર્ડ નંબર દર્શાવવો પડશે.
આ પણ વાંચો: મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી નાખ્યું, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
જો લિંક ન થાય તો 1લી જુલાઇથી પાન કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયેરક્ટ ટેક્સીસ દ્વારા તા.30મી જૂન સુધીમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર નંબરને જોડવા માટે સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે. છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં કરદાતાઓએ ઇન્કમેક્સના પોર્ટલ ઉપર પાન-આધાર લિંક કરાવવા માટે ધસારો કર્યો હતો. જો લિંક ન થાય તો 1લી જુલાઇથી પાન કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવશે.
આ પણ વાંચો: 48 કલાક અત્યંત ભારે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
પાન-આધાર લિંક કરાવવા માટે કરદાતાઓએ ઇ-પોર્ટલ ઉપર ધસારો કર્યો
છેલ્લા એક સપ્તાહમાં પાન-આધાર લિંક કરાવવા માટે કરદાતાઓએ ઇ-પોર્ટલ ઉપર ધસારો કર્યો છે ત્યારે એવી પણ મુશ્કેલીઓ બહાર આવી છે કે, ઘણાના આધાર કાર્ડમાં નામ, મોબાઇલ નંબર સહિતની વિગતોમાં સુધારો આધાર કાર્ડ મુજબ કરવામાં આવ્યો હોવા છતાં ઇન્કમટેક્સના પોર્ટલ ઉપર સ્ટેટસ જોવા મળતા નથી. બીજી તરફ આજે જેમણે રૂ.1,000ની ફી ભરીને પાન-આધાર લિંક કરાવ્યું હોય તેમને સંદેશો પણ મળે છે કે, આધાર-પાન લિંકની વિનંતી મળી છે, જે ચકાસણી માટે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં થયા MOU,કંપની સાણંદ ખાતે રૂ.2,000 કરોડનું રોકાણ કરશે
નવા પાન કાર્ડની અરજી માટે આધારકાર્ડ નંબર દર્શાવવો પડશે
48 કલાકમાં ઇન્કમટેક્સ ફાઇલિંગ પોર્ટલ ઉપર સ્ટેટસ જોઇ શકાશે. પાન-આધાર લિંક ન થાય તો કરદાતાનું ઇન્કમટેક્સ રિટર્ન માન્ય ગણાશે નહિ. સરકારી સેવાઓ જેવી કે, પાસપોર્ટ માટેની અરજી, બેંક એકાઉન્ટમાં સબસીડી મેળવવામાં મુશ્કેલી પડશે. પાન-આધાર લિંક ન થયા હોય તો નવું પાન કાર્ડ મેળવવા પણ મુશ્કેલ થઇ પડશે. જો જુનું પાન કાર્ડ ક્ષતિયુક્ત થયું હોય કે ખોવાઇ ગયું હોય તો નવા પાન કાર્ડની અરજી માટે આધારકાર્ડ નંબર દર્શાવવો પડશે.