ગુજરાતટોપ ન્યૂઝ

મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી નાખ્યું, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

Text To Speech
  • પ્રિમોન્સુન એક્શન પ્લાનનો મ્યુનિ. તંત્રનો દાવો પોકળ
  • સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનર કંટ્રોલરૂમમાં દોડી આવ્યા
  • કોતરપુરમાં 10 ઈંચથી વધુ, ચાંદખેડામાં 9.50 ઈંચ વરસાદ

અમદાવાદના કોતરપુરમાં 10 ઈંચથી વધુ, ચાંદખેડામાં 9.50 ઈંચ, જોધપુરમાં 9.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. તથા પૂર્વના કેટલાક એરિયા બેટમાં ફેરવાયા છે. તેમજ ઠેરઠેર જળબંબાકારની સ્તિથિ છે. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનર કંટ્રોલરૂમમાં દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: દાન સ્વિકારતી ચેરિટેબલ સંસ્થાઓ માટે ઈન્કમટેક્સ વિભાગે નિયમોમાં ફેરફાર કર્યા

સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનર કંટ્રોલરૂમમાં દોડી આવ્યા

અમદાવાદમાં બુધવારે વિરામ લીધા પછી ગુરૂવારે મેઘરાજાએ શહેરને ઘમરોળી નાંખ્યું હતું અને બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ સવા 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી તૂટી પડયો હતો અને મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાવાને કારણે શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીમાં મૂકાયા હતા. શહેરના કોતરપુરમાં સૌથી વધુ 10 ઈંચથી વધુ, ચાંદખેડામાં 9.50 ઈંચ, જોધપુરમાં 9.3 ઈંચ, વટવામાં સવા 8 ઈંચ, ઓઢવમાં 8 ઈંચ, ઉસ્માનપુરામાં સવા 8 ઈંચ, નરોડામાં 8 ઈંચથી વધુ સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે નાના અને મુખ્ય રસ્તાઓજળબંબાકાર થઈ ગયા હતા.

પ્રિમોન્સુન એક્શન પ્લાનનો મ્યુનિ. તંત્રનો દાવો પોકળ

શહેરમાં પ્રિમોન્સુન એક્શન પ્લાનનો ફિયાસ્કો થઈ ગયો છે અને મ્યુનિ. તંત્રના દાવા પોકળ પુરવાર થયા છે. ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, કેચપીટો, વગેરેની સફાઈ અને ડીશિલ્ટીંગ પાછળ કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. વરસાદમાં 61 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. જેમાં ઉતર્રઝોનમાં 26, મધ્યઝોનમાં 3, પૂર્વમાં 20, પશ્ચિમમાં 9, ઉત્તર પશ્ચિમમાં 3 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. એક જગ્યા પર ઝાડ પાડવાની પણ ઘટના સામે આવી હતી. ચોમાસાની શરૂઆતમાં જ શહેરીજનોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હજુ તો આખું ચોમાસું બાકી છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલીને 2500 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં 530 ક્યુસેક પાણી કેનાલ અને બાકીનું પાણી સાબરમતી નદીમાં છોડવામા આવ્યું હતું.

Back to top button