ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં ‘ઈદ ઉલ અઝહા’ ની કોમી એકતા ના માહોલમાં ઉજવણી કરાઇ

Text To Speech

પાલનપુર: ડીસા માં ‘ઈદ ઉલ અઝહા’ ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી. ડીસામા ‘ઈદ ઉલ અઝહા’ ની છ જગ્યાએ નમાઝ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાન જઈ પોતાના પૂર્વજનો ને યાદ કરી દુઆગો ગુજારી

ઇદગાહ ખાતે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવા એ જણાવ્યું કે હઝરત ઇબ્રાહિમ (અ.સ.) અને હઝરત ઇસ્માઇલ (અ.સ.) ની કુરબાની ને જીવંત રાખી ઈદ ઉલ અઝહા ની ઉજવણી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિતિ રહી હઝરત સૈયા મોહમદ અલી બાવા ની ઇમાંમત હેઠળ ઈદ ની નમાઝ અદા કરી હતી.

પાલનપુર-humdekhengenews

જ્યારે ડીસા મક્કા મસ્જિદ ખાતે મોલાના સાહેબ ની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં ઈદ ની નમાઝ અદા કરી હતી. રીસાલા મસ્જિદ ખાતે હાફિઝ અબ્દુલ હનનાન સાહેબે નમાઝ અદા કરાવી હતી જ્યારે મોલા અલી મસ્જિદ ખાતે પેશ ઇમામ એહમદ રઝા એ નમાઝ અદા કરાવતા જણાવ્યું કે ઈદ એ ખુશી નો તેહવાર છે. દરેક કોમી એકતા થી ઈદ ઉજવવા અપીલ કરી હતી. જ્યારે ટાટ વાળી મસ્જિદ ખાતે મોલાના શફી ઉલ્લહે નમાઝ અદા કરાવી હતી.

હઝરત મોહમદ પયગમ્બર સાહેબે બતાવેલા ગુણો જીવનમાં ઉતારી ઈદ ની ઉજવણી કરવા જણાવ્યું હતું જ્યારે સ્ટેશનવાળી મસ્જિદ ખાતે મોલાના સાહેબ ની ઈમામત હેઠળ નમાઝ અદા કરાવી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાન જઈ પોતાના પૂર્વજનો ને યાદ કરી દુઆગો ગુજારી હતી. ત્યાર બાદ એક મેકને ઈદ મુબારક બાદ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :ગુજરાત: વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

Back to top button