ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વીડિયોમાં ભૂંડી ગાળો બોલનારા તત્વ સામે દશનામ ગોસ્વામી સમાજ લાલઘૂમ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગોસ્વામી સમાજની માનહાની થાય તેવો વીડિયો એક અનિષ્ટ તત્વ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેને લઇને દશનામ ગોસ્વામી સમાજ લાલઘૂમ થયો છે. ત્યારે સમાજના અગ્રણીઓ, સંતો – મહંતો સાથે આ તત્વને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરી માંગ

આ અંગેની હકીકત એવી છે કે, સમગ્ર સંતો – મહંતો અને દશનામ ગોસ્વામી સમાજને અત્યંત નિમ્ન કક્ષાની ગાળો બોલતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવાન ભગવા વસ્ત્રધારીઓ અને સંતો – મહંતો તેમજ દશનામ ગોસ્વામી સમાજને આ વીડિયોમાં સતત ગાળો બોલી રહ્યો છે. આ વીડિયોને લઈને દશનામ ગોસ્વામી સમાજ ખફા થયો છે. જેમાં સમાજના અગ્રણીઓએ પાલનપુર ખાતે ભેગા થઈને બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા ને એક આવેદનપત્ર આપીને આ તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

સંતો - મહંતો-humdekhengenews

બનાસકાંઠા જિલ્લા ગોસ્વામી સમાજમાં રોષ ભભૂક્યો

આ અંગે દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી દોલતપુરીજી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, એક અનિષ્ટ તત્વ દ્વારા સમગ્ર સંતોને અને દશનામ ગોસ્વામી સમાજને આ વીડિયોમાં ગાળો બોલીને સમગ્ર સમાજની માનહાની કરી છે. જેથી અમે આ અનિષ્ટ તત્વ સામે જિલ્લા પોલીસવડા સમક્ષ કાર્યવાહી કરવાની માગણી કરી છે. જ્યારે ડીસાના ભરતપુરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, વીડિયોમાં અમારા સમાજને અભદ્ર ભાષામાં ગાળો બોલીને અપમાનિત કરવામાં આવ્યા છે. જેથી અમે આજે રજૂઆત કરી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમોને ખાતરી મળી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

વીડિયો વાયરલ કરનાર દાંતીવાડાના ભાખરનો હોવાનો અનુમાન

ઈન્સ્ટાગ્રામ આઈડી માંથી વિડીયો વાયરલ કરીને દશનામ ગોસ્વામી સમાજને ગાળો બોલી રહેલો યુવાન દાંતીવાડા તાલુકાના ભાખર ગામનો હોવાનો અનુમાન થઈ રહ્યું છે. અભદ્ર ભાષા નો પ્રયોગ કરીને ગોસ્વામી સમાજની લાગણી દુબય તેવા શબ્દો બોલનારા તત્વને ઝડપી લેવા માટે શ્રી ગોસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર જિલ્લામાંથી દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :ICC એ World Cup 2023 પહેલા શું પાકિસ્તાનની શરત માની લીધી?

Back to top button