ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC એ World Cup 2023 પહેલા શું પાકિસ્તાનની શરત માની લીધી? ભારતને પડશે ફરક?

Text To Speech

Cricket World Cup : BCCIએ આ વખતે ICC ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેગા ટૂર્નામેન્ટનું શેડ્યૂલ 27 જૂન,મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવ્યા અનેક વાંધા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કારણે આ વખતે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબ થયો હતો. બોર્ડ દ્વારા સ્થળને લઈને અનેક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દ્વારા અગાઉ ભારત આવવા અને વનડે વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો હતો.

રમીઝ રાજાએ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી

પીસીબીના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આ પછી નજમ સેઠીએ સત્તા સંભાળી અને હાઇબ્રિડ મોડલનો આગ્રહ કર્યો. અંતે, તેઓને ICCની વાત સ્વીકારવાની ફરજ પડી હતી.

ICCએ કરી ખાતરી

ICCના અધિકારીઓ પાકિસ્તાન ગયા હતા ત્યારે ખાતરી કરી હતી કે ભારતમાં વર્લ્ડ કપ રમશે અને PCB હાઇબ્રિડ મોડલ પર પોતાનો આગ્રહ છોડી દેશે. આ ઘટનાક્રમ બાદ અમદાવાદમાં મેચ નહીં રમવાની શરત મૂકવામાં આવી હતી, આશ્ચર્યજનક વાત એ છે કે તે નોકઆઉટ મેચ માટે સંમત થઈ ગયા હતા. પણ ત્યાર પછી એવી માંગ ઉઠી હતી કે ચેન્નાઈમાં કોઈ એશિયન ટીમ રમવી જોઈએ નહીં

પાકિસ્તાનની ટીમ હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે

શેડ્યૂલ જાહેર કરતી વખતે, ICCએ સ્થળને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી માંગને સ્પષ્ટપણે ઠુકરાવી દીધી હતી, પાકિસ્તાનની ટીમ હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટીમને વિદેશી ટીમો સામે વોર્મ અપ મેચ રમશે.

પાકિસ્તાનની ટીમ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદના મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. તે 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.ભારતે ઈંગ્લેન્ડ સામે એક વોર્મ-અપ મેચ રમવાની છે, જ્યારે બીજી મેચ ક્વોલિફાયરમાં સ્થાન મેળવનારી ટીમ સામે થશે. ભારત પાકિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં લેવાથી તેને કોઈ ફરક પડવાનો નથી.

આ પણ વાંચો :  World Cup 2023 શેડ્યૂલ પછી ભાવુક થયા સૌરવ ગાંગુલી, ડિટેઈલમાં કહ્યું કઈ વાતનો છે અફસોસ

Back to top button