ટ્રેન્ડિંગવર્લ્ડ

Joe Bidenને છે ગંભીર બીમારી, મશીનની મદદથી લઈ રહ્યા છે શ્વાસ!

Text To Speech

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન 80 વર્ષની વય વટાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં વધતી ઉંમર સાથે તેને લગતી સમસ્યાઓ થવી પણ સામાન્ય વાત છે. તેઓ અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બાઈડેન ઊંઘતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. આ જ કારણ છે કે સૂતી વખતે તેમને સતત CAPA આપવામાં આવે છે. CAPA અથવા CAPM (કંટીન્યુઅસ એરવે પ્રેશર મશીન) દ્વારા તે રાત્રે શાંતિથી સૂઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્રુ બેટે કહ્યું, ‘રાષ્ટ્રપતિની મેડિકલ હિસ્ટ્રી દર્શાવે છે કે તેઓ 2008થી ઊંઘની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ગત રાત્રે તેમણે સીએપીએ મશીનનો ઉપયોગ કર્યો હતો. આવા તબીબી ઇતિહાસ ધરાવતા લોકો માટે આ ખૂબ જ સામાન્ય બાબત છે.

બાઈડેનના ચહેરા પર પહોળા પટ્ટાના ડાઘ જોવા મળ્યા

રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બાઈડેન શ્વસ લેવાના મશીનનો ઉપયોગ કરે છે. સૂતી વખતે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કહેવામાં આવ્યું હતું કે આ બીમારીનું નામ સ્લીપ એપનિયા છે, જેના કારણે રાષ્ટ્રપતિ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. સૌ પ્રથમ, બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ બિડેન દ્વારા સીએપીએ મશીનના ઉપયોગનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

BIDEN-HDNEWS
બાઈડેનના ચહેરા પર પહોળા પટ્ટાના ડાઘ જોવા મળ્યા

એવું કહેવામાં આવ્યું હતું કે તેમની ઊંઘની સમસ્યા સુધારવા માટે તેમણે થોડા અઠવાડિયા માટે CAPAનો ઉપયોગ કરવો પડ્યો હતો. તાજેતરના દિવસોમાં, એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મીડિયાએ જો બાઈડેનના ચહેરા પર પહોળા પટ્ટાના ડાઘ જોયા, ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવ્યું કે તેઓ શ્વાસ લેવા માટે CAPA મશીનનો ઉપયોગ કરે છે.

બાઈડેન બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માંગે છે!

રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ 2024માં સમાપ્ત થાય છે. તેમની વધતી જતી ઉંમર છતાં તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે જે તેમની ડેમોક્રેટ પાર્ટીના સભ્યો માટે ચિંતાનો વિષય છે. તમને જણાવી દઈએ કે એનબીસી ન્યૂઝ નેશનલ દ્વારા જો બાઈડેનની લોકપ્રિયતા અંગે એક પોલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું રેટિંગ 43 ટકા આવ્યું હતું. જો કે આટલુ રેટિંગ તેમની જીત માટે પર્યાપ્ત નથી.

આ પણ વાંચો: ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા અબજોપતિઓની લાશો મળી

Back to top button