ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને Manipurમાં કેમ અટકાવવામાં આવ્યા હતા? પોલીસે જણાવ્યું કારણ

Text To Speech

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ મણિપુરના પ્રવાસે છે. આજે ગુરુવારે (29 જૂન) તેમના કાફલાને મણિપુર પોલીસે ચુરાચાંદપુર જતા અટકાવ્યો હતો. હવે ખુદ મણિપુર પોલીસે આની પાછળનું કારણ જણાવ્યુ છે.

શું કહ્યું મણિપુર પોલીસે?

બિષ્ણુપુરના SP હેસનામ બલરામ સિંહે જણાવ્યું હતું કે, “અહીંની જમીની સ્થિતિને જોતા, અમે રાહુલ ગાંધીને આગળ વધતા રોક્યા અને તેમને હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જવાની સલાહ આપી હતી. જે રાજમાર્ગથી રાહુલ ગાંધી પસાર થયા ત્યાં ગ્રેનેડ હુમલાની શક્યતા હતી. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને કાર દ્વારા આગળ જવાની મંજૂરી અપાઈ ન હતી.” મહત્વનું છે કે ત્યાર બાદ રાહુલ ગાધી હેલિકોપ્ટરથી સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસે રાહુલના રોકવા બદલ BJP પર આરોપ લગાવ્યા હતા. બીજી તરફ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે.

“PM મોદીએ મણિપુર પર નથી તોડ્યું મૌન”

રાહુલ ગાંધીને રોક્યા બાદ કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, “મણિપુરમાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે બિષ્ણુપુર પાસે અટકાવ્યો હતો. તેઓ રાહત શિબિરોમાં પીડિત લોકોને મળવા અને સંઘર્ષગ્રસ્ત રાજ્યને રાહત આપવા માટે ત્યાં જઈ રહ્યા હતા. PM મોદીએ મણિપુરની સ્થિતિ અંગે પોતાની ચુપ્પી તોડી નથી. તેમણે રાજ્યને તેના હાલ પર જ છોડી દીધું છે.”


મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ પર આરોપ

ખડગેએ આક્ષેપ કર્યો હતો કે “ડબલ એન્જિનવાળી વિનાશક સરકારો હવે રાહુલ ગાંધીની કરુણાપૂર્ણ પહોંચને અવરોધવા માટે નિરંકુશ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તમામ બંધારણીય અને લોકશાહી ધોરણોને તોડે છે. મણિપુરને શાંતિની જરૂર છે, સંઘર્ષની નહીં.”

આ પણ વાંચો: મણિપુરની મુલાકાતે પહોંચ્યા રાહુલ ગાંધી, પોલીસે કાફલાને ઈમ્ફાલ એરપોર્ટની સામે અટકાવ્યો

Back to top button