ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય

  • વરસાદમાં કપડાં અને શુઝ ન સુકાવાની સમસ્યા પરેશાન કરે છે
  • કેટલીક ટિપ્સ તમને જુતા સુકવવા મદદ કરશે
  • ભીના જુતામાં ખૂબ જ ખરાબ સ્મેલ આવે છે

વરસાદની સીઝનમાં સૌથી મોટી સમસ્યા પલળેલા કપડા અને પલળેલા જુતાની હોય છે. ઘરમાં જ્યાં જુઓ ત્યાં કપડા લટકતા જોવા મળે છે. શુઝ તો સુકાતા જ નથી. તેમાં સ્મેલ આવવા લાગે છે. સામાન્ય લાગતી આ સમસ્યા ગંભીર બની જાય છે. કોઇ પણ જુતા ભીના થાય ત્યારે તેને તડકામાં સુકવવા જરૂરી હોય છે, પરંતુ વરસાદ સમયે તે શક્ય હોતુ નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હો તો અહીં આપેલી જબરજસ્ત ટિપ્સ કામે લગાવો. તમારા જુતા એક રાતમાં સુકાઇ જશે.

  વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય hum dekhenge news

ન્યુઝપેપરથી ડ્રાય કરો ભીના શુઝ

ન્યુઝપેપર પાણીને શોષી લેવાનું કામ સરળતાથી કરી લે છે. તેથી ભીના જુતાને સુકવવામાં આ ઉપાય કારગત સાબિત થઇ શકે છે. ભીના જુતાને સુકવવા માટે તેના ઇનસોલ કાઢી લો. તેને અલગથી સુકાવા દો. હવે આ જુતાને ન્યુઝપેપરમાં સારી રીતે લપેટી લો. જુતાની અંદર પણ ન્યુઝપેપર નાંખી શકો છો. દર બે-ત્રણ કલાકે ન્યુઝપેપર બદલતા રહો.

વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય hum dekhenge news

પંખા સામે સુકવો જુતા

જો તમારા ઘરે ટેબલ ફેન હોય તો ભીના જુતાને સુકવવા તમારા માટે ખુબ સરળ છે. તમારે બસ તમારા જુતાને પંખા સામે લટકાવી દેવાના છે. આ પહેલા જુતાની અંદરના સોલ કાઢી લેજો. પાણી સુકવવા માટે જુતાને પંખા સામે રાખો ત્યારે તેને કાગળની સીટ પર પણ રાખી શકો છો. તેને પંખાની એકાદ બે ફુટ નજીક જ રાખો. આ રીતે તમે લેધર સહિતના કોઇ પણ ડેલીકેટ શુઝ સુકવી શકો છો.

વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય hum dekhenge news

હેર ડ્રાયર પણ લાગશે કામ

હેરડ્રાયરનો ઉપયોગ તમે સામાન્ય રીતે વાળને સુકવવા માટે કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી ભીના ફુટવેર પણ સુકાઇ જાય છે. હળવા ભીના જુતાને સુકવવા માટે આ બેસ્ટ રહેશે. આવા સંજોગોમાં પાણીથી પલળેલા જુતાને હવામાં લટકાવીને રાખી દો. આમ કરવાથી પાણી નીકળી જશે. ત્યારબાદ પંખા સામે થોડા કલાક રાખી દો. ત્યારબાદ હેરડ્રાયરનો ઉપયોગ કરો. હેરડ્રાયરને ભીના જુતા પર અલગ અલગ બાજુ ફેરવો. તેની ગરમ હવાથી થોડી વારમાં જુતા સુકાવા લાગશે. આ ટ્રિકને કપડા અને વેલવેટ વાળા ફુટવેર પર જ અજમાવો.

વરસાદમાં પલળેલા શુઝ એક રાતમાં સુકાઇ જશેઃ અજમાવો જબરજસ્ત ઉપાય hum dekhenge news

શુઝ ડ્રાયર પણ કરી શકો છો યુઝ

તમારા ભીના જુતાને જલ્દી સુકાવા માટે તમે શુઝ માટે સ્પેશિયલી ડિઝાઇન કરાયેલા ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઇન તે તમને 3000થી 5000માં મળી જશે. તેનો યુઝ કરતા પહેલા સુચના અવશ્ય વાંચી લેજો. થોડા જ કલાકોમાં તમે જુતા સુકવી શકો છો.

આ પણ વાંચોઃ 1 જુલાઇથી મંગળ ગોચરઃ આ ચાર રાશિઓના લોકો થશે માલામાલ

Back to top button