હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે, જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
ચોમાસાની શરુઆત થતા મેઘરાજાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે આજે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયું છે. આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
આ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે સુરત અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે્. જ્યારે પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરુચ, બનાસકાંઠા, સાબરરાંઠા, કચ્છ, સુરેંદ્રનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું વાતાવરણ સર્જાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યું છે.
આ પણ વાંચો : BREAKING NEWS : પંચમહાલની હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા, 4 બાળકોના મોત