ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરની મુલાકાતે પહોંચ્યા રાહુલ ગાંધી, પોલીસે કાફલાને ઈમ્ફાલ એરપોર્ટની સામે અટકાવ્યો

Text To Speech

હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સ્થાનિક પોલીસે આગળ વધતા અટકાવ્યા હતા. રાહુલ ગાંધીને ઈમ્ફાલ એરપોર્ટની સામે વિષ્ણુપુર ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા છે. ઈમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ ચુરાચંદપુર જઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો છે.

rahulgandhimanipur2-hdnews
રાહુલ ગાંધી, મણિપુરની મુલાકાતે (29 જૂન)

હિન્દુસ્તાન ટાઈમ્સે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસ રાહુલ ગાંધીની કારને આગળ વધવા દેતી ન હતી, જ્યારે બાજુ પર ઊભેલા લોકો તેમની તરફ હાથ હલાવી રહ્યા હતા. “અમે સમજી શકતા નથી કે તેઓએ અમને કેમ રોક્યા.”

રાહુલ ગાંધી મણિપુરની 2 દિવસીય મુલાકાતે ગયા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 29 જૂન ગુરુવારે ઇમ્ફાલ પહોંચ્યા છે. ANI અનુસાર, રાહુલ ગાંધી બે દિવસ હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની મુલાકાત લેશે અને તેમની મુલાકાત દરમિયાન રાહત શિબિરોની પણ મુલાકાત લેશે. આ સાથે તેમનો ઇમ્ફાલ અને ચુરાચાંદપુરમાં સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓને મળવાનો પણ કાર્યક્રમ છે.

રાહુલ ગાંધીની મુલાકાત અંગે માહિતી આપતા કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે આપના રાહુલ ગાંધી પ્રેમ, ભાઈચારા અને શાંતિનો સંદેશ લઈને મણિપુર પહોંચ્યા છે. થોડા જ સમયમાં તે હિંસા પીડિતોને મળશે.

આ પણ વાંચો: સ્મૃતિનો રાહુલ પર મોટો આરોપ, કહ્યું- અમેરિકા પ્રવાસ પર સુનીતા વિશ્વનાથને મળ્યા, શું છે મજબૂરી?

Back to top button