ગુજરાત

CBIના એડી. ડિરેક્ટરના મહત્વના સ્થાને ગુજરાત કેડરના મનોજ શશિધરને બઢતી

Text To Speech

કેન્દ્ર સરકારે મંગળવારે ઝારખંડ કેડરના IPS અધિકારી અજય ભટનાગરને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં સ્પેશિયલ ડિરેક્ટરના પદ પર ઉન્નત કર્યા. કર્મચારી મંત્રાલયના તાજેતરના આદેશ અનુસાર, ભટનાગર હાલમાં સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત છે. ત્યારે ગુજરાત કેડરના આઇપીએસ ઓફિસર મનોજ શશિધર ને પણ CBI માં પ્રમોશન મળ્યું છે. કેન્દ્ર સરકારે જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશીધરને એડિશનલ ડાયરેક્ટર બનાવ્યા છે.

IPS અધિકારી મનોજ શશિધરને CBI માં મહત્વનું સ્થાન મળ્યું

IPS અધિકારી મનોજ શશિધરને ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટરના પદ પર નિયુકિત કરવામાં આવ્યા છે. કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર, તેઓ હાલમાં સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

મનોજ શશિધર-humdekhengenews

મનોજ શશિધર સહિત 4ને બઢતી

ગુજરાત કેડરના કાર્યદક્ષ સિનિયર આઇપીએસ મનોજ શશિધર સહિત 4ને બઢતી મળી છે. જેમાં મૂળ ગુજરાત કેડરના પ્રવીણ સિંહા નિવૃત્ત થતાં સીબીઆઈ એડી. ડાયરેક્ટર પદે બઢતી મળી છે એમની સાથે અજય ભટનાગર, અનુરાગ જી અને શરદ અગ્રવાલનો સમાવેશ થાય છે.

જાણો કોણ છે મનોજ શશિધર

મનોજ શશિધર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રેન્જ, વડોદરા પોલીસ કમિશનર અને પંચમહાલ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મનોજ શશિધર સ્વચ્છ છબી ધરાવતા અને ગુનેગારો સામે કડક હાથે કામ લેવા ટેવાયેલ છે અને વડાપ્રધાન બંદોબસ્તમાં તેમની માસ્ટરી છે.

 આ પણ વાંચો : ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU થયા

Back to top button