વાદળ ફાટવું કોને કહેવાય? લોકોના મનમાં છે ખોટી વિચારધારા
HD ન્યુઝ ડેસ્કઃ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. ભારે વરસાદને કારણે પહાડી લોકો પર મુશ્કેલી સર્જાઈ છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે.આવી સ્થિતિમાં મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે વાદળો કેવી રીતે ફાટે છે?. આવો આજે હવામાનની આ ઘટનાને સમજીએ.
વાદળ ફાટવાનો અર્થ શું છે?: જ્યારે આપણે વાદળ ફાટવાની વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા મનમાં પાણીમાંથી બનેલા ફુગ્ગા જેવી કોઈ વસ્તુની છબી આવે છે, જે અચાનક ફાટી જાય છે અને અંદરનું બધુ જ પાણી બહાર આવી જાય છે. શું વાસ્તવિકતામાં આવું થાય છે? તો ના એવું બિલકુલ નથી. વૈજ્ઞાનિક ભાષામાં ક્લાઉડબર્સ્ટ એ ટેકનિકલ શબ્દ છે જેનો અર્થ થાય છે “અચાનક ભારે વરસાદ.” IMD (ભારત હવામાન વિભાગ) દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર, જો એક કલાકની અંદર 100 મીમી વરસાદ પડે તો તેને ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે.
વાદળો કેમ ફાટે છે?: વાદળ ફાટવું એટલે ચોક્કસ વિસ્તારમાં આકાશમાંથી તીવ્ર વરસાદ. વાદળ ફાટવાથી તે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ક્લાઉડબર્સ્ટ ત્યારે થાય છે જ્યારે ભેજથી ભરેલા વાદળો ચોક્કસ જગ્યાએ અટકી જાય છે અને તેમની અંદરના પાણીના ટીપાં એક સાથે જમીન પર પડવા લાગે છે. પરિણામે ભારે વરસાદ થાય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ચોમાસાની ધમાલ, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી