રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસું બેસતાની સાથે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે.જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
24 કલાકમાં 184 તાલુકામાં ખાબક્યો વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે. હવામાન ખાતામાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે 29મી જૂનના સવારે 6.00 કલાક સુઘીમાં 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ, સુરત કામરેજમાં 5.96 વરસાદ , નવસારી, ખેરગામ, સુરતના પલસાણા, ધરમપુર, વાપી, ઉમરગામમાં પાંચ ઇંચથી વધારે તાપીના વ્યારા, કોડીનાર, કુતિયાણા, માંડવી, વિસાવદર, કેશોદ, વાલોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ચીખલી, સોનગઠ, વાડીઆ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાવામા આવી છે.
આજે વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
આજની વાત કરવામા આવે તો આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : અમદાવાદ: મણિનગરમાં બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું કરાયુ રેસ્ક્યું