ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં ચોમાસાની ધમાલ, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Text To Speech

HD ન્યઝ ડેસ્કઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

અતિભારે વરસાદ પડી શકેઃ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ ગુજરાતનાં આજે મોટા ભાગના તાલુકામાં વરસાદ પડી શકે છે. અહીં મહત્વની વાત એ છે કે રાજ્યનાં 206 ડેમોમાંથી 6 હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ વચ્ચે 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે. બીજી બાજુ પલસાણામાં 5 ઇંચ, વિસાવદરમાં પણ 4 ઇંચ, સુરતના કામરેજમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંડવી અને અમરેલીના વડિયામાં 3.5 ઇંચ વારસાદ નોંધાયો છે. વલસાડ, ઉમરગામ, ઉપલેટા અને ખંભાળિયામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

અહીં ભારે વરસાદની આગાહીઃ આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટ, ગોંડલ , ધોરાજીમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ IND Vs PAKની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

Back to top button