NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ તેમની ઉમેદવારી નોંધાવી
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ આજે પોતાનું નામાંકન ભર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ સહિત તમામ મુખ્યમંત્રીઓ અને એનડીએના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.
#WATCH NDA's Presidential election candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states pic.twitter.com/PkZDXeL3L1
— ANI (@ANI) June 24, 2022
ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ આજે વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નામાંકન દાખલ કર્યું. નામાંકન દરમિયાન, રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ ઓડિશાના સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) ના પ્રતિનિધિઓ તરીકે હાજર હતા. બીજેડીએ મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. મુર્મુના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદી પ્રથમ પ્રસ્તાવક હતા. બીજેપી પ્રમુખ નડ્ડા સહિત પાર્ટીના અન્ય ટોચના નેતાઓ પણ પ્રસ્તાવકોમાં જોડાયા હતા.
મુર્મુની ઉમેદવારીની સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરાઈ: પીએમ મોદી
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદ માટે મુર્મુની ઉમેદવારીની સમગ્ર દેશમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.તેમણે ટ્વિટર પર મીટિંગની તસવીરો શેર કરી હતી. મોદીએ કહ્યું, ‘દ્રૌપદી મુર્મુજીને મળ્યા. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. જમીન પરની સમસ્યાઓની તેમની સમજ અને ભારતના વિકાસ માટે તેમનું વિઝન ઉત્તમ છે.
Met Smt. Droupadi Murmu Ji. Her Presidential nomination has been appreciated across India by all sections of society. Her understanding of grassroots problems and vision for India’s development is outstanding. pic.twitter.com/4WB2LO6pu9
— Narendra Modi (@narendramodi) June 23, 2022
દ્રૌપદી મુર્મુજીને અભિનંદનઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા. તેણે ટ્વિટર પર લખ્યું- તેમના નામની જાહેરાત બાદ જ આદિવાસી સમાજ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે. મને ખાતરી છે કે તેમના વહીવટી અને જાહેર અનુભવથી સમગ્ર દેશને ફાયદો થશે.
દેશ અને સમાજને વધુ મજબૂત બનાવવામાં અસરકારક ભૂમિકા ભજવશેઃ રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથે મુર્મુને મળ્યા બાદ એક ટ્વીટમાં કહ્યું, “આજે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યા અને તેમની શુભેચ્છાઓ પાઠવી. તેમનું જીવન સમાજના નબળા વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત છે. મને ખાતરી છે કે તે દેશ અને સમાજને વધુ મજબૂત બનાવવામાં અસરકારક ભૂમિકા ભજવશે.
તે ખૂબ જ નમ્ર મહિલા છે
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું, ‘તે ખૂબ જ નમ્ર મહિલા છે અને નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ સુશિક્ષિત છે અને ધારાસભ્ય અને વહીવટકર્તા તરીકે સક્ષમ છે. મને લાગે છે કે આપણા પીએમ, એનડીએ અને ભાજપે યોગ્ય નિર્ણય લીધો છે.
યશવંત સિંહા 27 જૂને ઉમેદવારી નોંધાવશે
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા 27 જૂને પોતાનું નામાંકન દાખલ કરશે. સિન્હા આજથી બે દિવસ બિહાર અને ઝારખંડના પ્રવાસે છે. ત્યારે કેન્દ્રએ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને પણ ‘Z’ શ્રેણીની સુરક્ષા આપી છે.