દૂધમાં હળદર ભેળવીને પીવાનું સામાન્ય છે, પરંતુ તજ ભેળવીને પીવાથી થતા ફાયદાથી મોટા ભાગના લોકો અજાણ હશે. ગેસની તકલીફ હોય તો દૂધમાં તજનો ભૂક્કો ભેળવીને પીવું.આ મિશ્રણના સેવનથી પાચનક્રિયામાં સુધારો થાય છે તેમજ ગેસની તકલીફથી છૂટકારો મળે છે., અનિંદ્રાની તકલીફથી રાહત પામવા માટે, રાતના સૂતા પહેલા ગરમ દૂધમાં તજનો ભૂક્કો ઉમેરીને પીવું. બ્લડ સુગરના લેવલને ક્ધટ્રોલમાં કરવા માટે તજ ગુણકારી માનવામાં આવે છે. ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓ માટે દૂધ અને તજનું સેવન ફાયદાકારક છે., તાણ દૂર કરવાની સાથેસાથે ગઠિયા વા તેમજ હાડકાની તકલીફમાં દૂધમાં તજનો ભુક્કો ભેળવીને પીવાથી રાહત થાય છે. દૂધ અને તજના મિશ્રણનો સેવનનો ફાયદો ત્વચા પર જોવા મળશે. ત્વચા પરના ડાઘા દૂર થાય છે, તેમજ ત્વચા ચમકીલી થાય છે., જોકે તજનો ઉપયોગ કરતાં પહેલા તજની તાસીર માફક આવે છે કે નહીં તે જાણકારી હોવી જરૂરી છે.
દૂધમાં હળદર ભેળવીને પીવાના ફાયદા
હળદરવાળું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્કનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. સામાન્ય રીતે હળદરવાળું દૂધ શરદી અથવા તો શારીરિક પીડા થવા પર ઘરગથ્થુ ઉપાય તરીકે લેવામાં આવતું હોય છે. પરંતુ હળદરવાળા દૂધના અનેક ફાયદા છે., હળદર એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણો માટે જાણીતી છે. દૂધ કેલશ્યિમનો સ્ત્રોત હોવાથી તેનું સેવન શરીર અને મગજ માટે અમૃત સમાન છે. હળદર અને દૂધ ભેળવીને પીવાથી વધુ ગુણકારી સાબિત થાય છે.
અનિંદ્રા : અનિંદ્રાની તકલીફમાં હળદરયુક્ત ગરમ દૂધ રામબાણ ઇલાજ છે. રાતના ભોજન પછી અને સૂવાના અડધા કલાક પહેલા હળદરવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.
માર લાગવા પર : શરીરના બહારના અથવા અંદરના હિસ્સા પર ઇજા થવાથી હળદરયુક્ત દૂધ પીવાથી જલદી ફાયદો થાય છે. હળદરમાં સમાયેલા એન્ટી બેકટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણોના કારણ બેકટેરિયાને થવા દેતું નથી.
શરીરનો દુખાવો : શરીરમાંના દુખાવામાં દૂધ-હળદરનું સેવન રાહત આપે છે. પગ તથા શરીરના અન્ય ભાગમાં દરદ થતા રાતના સૂતા પહેલા હળદરવાલું દૂધનું સેવન કરવું.
હાડકાં મજબૂત થાય : દૂધમાં કેલ્શિયમ હોવાથી હાડકા મજબૂત થાય છે. તેમજ હળદરમાંના ગુણોને કારણે રોગપ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. તેથી હાડકા સંબંધિક તેમજ અન્ય સમસ્યાઓથી છુટકારો મળે છે અને ઓસ્ટિયોપોરોસિસમાં કમી આવે છે.
પાચનતંત્રની ગરબડ દૂર કરે છે : હળદરવાળુ દૂધનું સેવન આંતરડાને સ્વસ્થ રાખીને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. પેટના અલ્સર, ડાયેરિયા, અપચો, કોલાિટિસ તેમજ હરસ જેવી તકલીફમાં હળદરયુક્ત દૂધ લાભદાયી છે.
સાંધાના દુખાવામાં રાહત : હળદરયુક્ત દૂધનું નિયમિત સેવન કરવાથી ગઠિયા વા, સાંધાના દુખાવામાં રાહત થાય છે.
શ્ર્વાસની તકલીફ : હળદરવાળા દૂધમાં સમાયેલા એન્ટી માઇક્રો બેકટીરિયલગુણ, દમ, બ્રોન્કાઇટિસ, સાયનસ, ફેંફસામાં કફ જમા થઇ જવો જેવી તકલીફોમાં ફાયદાકારક નીવડે છે. ગરમ દૂધનું સેવન કરવાથી શરીરમાં ગરમીનો સંચાર થાય છે જેથી શ્વાસની તકલીફમાં આરામ મળે છે.
ત્વચા સ્વચ્છ અને ખૂબસૂરત થાય : દૂધ પીવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે. અને દૂધ સાથે હળદર ભેળવીને પીવાથી ત્વચા પર ઇન્ફેકશન, ખંજવાળ ઉત્તપન્ન કરતા બેકટેરિયાનો ધીરે ધીરે નાશ કરે છે. જેથી ત્વચા સ્વચ્છ અને ચમકીલી રહે છે.
શરદી થવા પર : શરદી, ઉધરસ અથવા કફ થવા પર હળદરવાળું દૂધ પીવાથી લાભ થાય છે. તેના સેવનથી શરદી, ઉધરસ ઠીક થવાની સાથેસાથે ગરમ દૂધના સેવનથી ફેંફસામાં જમા થયેલો કફ પણ નીકળી જાય છે. શરદીની ઋતુમાં દૂૂધ હળદરનું સેવન અવશ્ય કરવું જોઇએ.