કમરખ એક ફળ છે. આ ફળ ભારત સહીત એશિયા અને વિશ્વના કેટલાક દેશોમાં મળી આવે છે. અંગ્રેજીમાં આને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ અથાણા અને ચટણીમાં વધારે કરવામાં આવે છે, કારણ કે તેનો સ્વાદ ખાટો હોય છે. તેનો રંગ લીલો તથા પીળો હોય છે, પણ પાક્યા પછી તે નારંગી જેવો થઈ જાય છે. કમરખમાં ઔષધીય ગુણ મળી આવે છે, જે ઘણા પ્રકારની બીમારીઓમાં લાભદાયક હોય છે. ખાસકરીને આંખોની દૃષ્ટિ માટે તે રામબાણ ફળ છે. તેની સાથે જ તે ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છે, તેના સેવનથી હાડકા મજબૂત થાય છે, કારણ કે તેમાં કેલ્શિયમ હોય છે અને કેંસર રોગમાં પણ લાભકારક હોય છે. આવો આ ફળના ફાયદા વિષે જાણીએ.
બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે : કમરખમાં પોટેશિયમ ઉચ્ચ માત્રામાં મળી આવે છે, જે લોહીના દબાણ એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદગાર થાય છે. તેના માટે રોજ કમરખ ફળનું સેવન કરી શકો છો. તે બજારમાં સરળતાથી મળી જશે.
ત્વચા માટે લાભદાયક : તેમાં એંટી-ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. સાથે જ તે ચહેરા પરના ડાઘાને પણ ખતમ કરવામાં મદદગાર થાય છે. તેના માટે તમે દરરોજ કમરખનું સેવન કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે : જોકે કમરખ ફળનો સ્વાદ ખાટો હોય છે. એટલે તેમાં વિટામિન-સી મળી આવે છે. અને વિટામિન-સી ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી સિસ્ટમ) મજબૂત થાય છે. તમે ઈચ્છો તો તેનું અથાણાં અને ચટણીના રૂપમાં સેવન કરી શકો છો.
વજન ઓછું કરે છે : વિશેષજ્ઞોનું માનીએ તો તેમાં ફાયબર વધારે હોય છે. તેના સેવનથી ભૂખ પર નિયંત્રણ મેળવી શકાય છે. તેને ખાવાથી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. તેનાથી કેલરી ગેન નથી થતી. સાથે જ વર્કઆઉટ કરવાથી ચરબી પણ ઓગળે છે. આ કારણે મોટાપામાં કમરખ ફાયદાકારક છે. વજન ઓછું કરવા માટે કમરખ ઉપયોગી ફળ છે.