ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં મેઘમહેર વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને આપી ચેતવણી

Text To Speech

રાજ્યમાં ચોમાસુ બેસતાની સાથે જ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ ગઈ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ આગામી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી પણ આપી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું હતુ કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.લગભગ રાજ્યના તમામ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. પાંચ દિવસ દરમિયાન રાજ્યના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની આગાહી-humdekhengenews

માછીમારોને આપવામા આવી ચેતવણી

ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.આ વિસ્તારોમાં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર બનેલા સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 આ પણ વાંચો : IND Vs PAKની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

Back to top button