દેવશયની એકાદશી: કરો રાશિ અનુસાર મંત્ર જાપ, મળશે લાભ જ લાભ
- આજથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં નિંદ્રાધીન થશે
- આજથી ચાતુર્માસનો પ્રારંભ, શુભ કાર્યો બંધ
- રાશિ અનુસાર મંત્ર જાપથી વિષ્ણુ ભગવાનની કૃપા મળશે
દેવશયની એકાદશી પર આ વર્ષે વિશેષ સંયોગ બની રહ્યો છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ વર્ષે દેવશયની એકાદશી ગુરુવારના દિવસે હોવાથી આ વિશેષ સંયોગના પ્રભાવથી કેટલાક ઉપાય કરવા પડશે અને રાશિ અનુસાર મંત્રોનો જાપ કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા મળશે. માં લક્ષ્મી પણ તમારી પર મહેરબાન થશે. જાણો રાશિ અનુસાર મંત્ર અને ઉપાય.
મેષ રાશિ
ऊं गोविंदाय नमः મંત્રનો જાપ કરો અને ગોળનું દાન કરો.
વૃષભ રાશિ
ऊं पद्मानाभय नमः મંત્રનો જાપ કરો. ખાંડ અને ફળનું દાન કરવુ જોઇએ.
મિથુન રાશિ
ऊं माधवाय नमः મંત્રનો જાપ કરો. લીલા મગનું દાન કરો અને લીલા રંગના વસ્ત્રો પહેરો. ભગવાન વિષ્ણુને તુલસીના પાન પણ અર્પિત કરો.
કર્ક રાશિ
ऊं केशवाय नमः મંત્રના જાપ કરો. સફેદ અનાજનું દાન કરો. ભગવાન વિષ્ણુ માટે ભોગમાં મિષ્ઠાન રાખો.
સિંહ રાશિ
ऊं हृषिकेषाय नम: મંત્રનો જાપ કરો. સિંહ રાશિના સ્વામી સુર્ય માનવામાં આવે છે અને સુર્ય દેવતા ભગવાન વિષ્ણુના પરમ મિત્ર કહેવાય છે. કેળાના ઝાડ પર હળદર મિશ્રિત જળ ચઢાવો.
કન્યા રાશિ
ऊं श्रीधराय नमः મંત્રનો જાપ કરો. કન્યા રાશિના લોકો તુલસીને કાચા દુધથી સીંચે અને સાંજના સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરે.
તુલા રાશિ
ऊं मधुसूदनाय नम: મંત્રનો જાપ કરો. ગાયને લીલુ ઘાસ ખવડાવો અથવા પાલક પણ ખવડાવી શકો છો.
વૃશ્ચિક રાશિ
ऊं केशवाय नमः મંત્રનો જાપ કરો અને લાલ રંગના ફળોનું દાન કરો. જરૂરિયાતમંદને ભોજન કરાવો.
ધન રાશિ
ऊं माधवाय नमः મંત્રનો જાપ કરો. મંદિરમાં જઇને લીલા શાકભાજીનું દાન કરો. ભિક્ષુકને યથાશક્તિ દાન કરો.
મકર રાશિ
ऊं त्रिविकरमाय नमः મંત્રનો જાપ કરો. જરુરિયાતમંદ વ્યક્તિને જૂતાનું દાન કરો અને ભગવાન વિષ્ણુની વૈજયંતીના ફુલથી પૂજા કરો.
કુંભ રાશિ
श्रीधराय नमः મંત્રનો જાપ કરો. કુંભ રાશિના લોકોએ દેવશયની એકાદશી પર તુલસીની માટીનું તિલક કરવુ જોઇએ. ભગવાન વિષ્ણુને પીળા ફુલ ચઢાવો.
મીન રાશિ
ऊ नारायणाय नमः મંત્રનો જાપ કરો. હળદરથી તમામ દેવતાઓને તિલક કરો. પોતે પણ હળદરનું તિલક લગાવીને જ ઘરેથી બહાર નીકળો.
આ પણ વાંચોઃ પાર્ટનર કરે છે એક્સને લઇને શંકા? સંબંધો મજબૂત બનાવવાની ટિપ્સ