ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND Vs PAKની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

Text To Speech

આઇસીસીએ (ICC) આગામી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બનશે કે નહીં તે અમે તમને જણાવીશું.

IND Vs PAKની મેચને લઈને લોકોમાં ઉત્સાહ

આઈસીસી વર્લ્ડ કપ 2023 ખૂબ જલ્દી શરૂઆત થવા જઈ રહી છે અને તેનું યજમાન ભારત છે. આ ટૂર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં 15 ઓક્ટોબરે રમાવાની છે. જેમાં ઓપનિંગ મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાનની મેચ આ ત્રણેય મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે. ત્યારે બીજી તરફ ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિઘ્ન ઉભુ કરશે કે કેમ તે સવાલ પણ દર્શકોન સતાવી રહ્યો છે. ત્યારે આ અંગે અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે.

અમદાવાદ ND Vs PAK-humdekhengenews

જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે “5મી ઓક્ટોબરે દરિયાકિનારે પવનનું જોર રહેશે, 17મી ઓક્ટોબરે પણ દરિયાકિનારે પવનનું જોર રહેશે, અને હાલ ચોમાસું પાછળ છે એટલે જો દરિયામાં પવનનું જોર વધારે રહે અને વાદળો ખેંચાઈ આવે તો કદાચ વરસાદ થઈ શકે છે. જોકે, જે તે સમયે દરિયામાં કેવા હવાના દબાણ ઉભા થાય છે તેના આધારે વધુ સારી આગાહી કરી શકાશે” આમ અંબાલાલ પટેલે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ થશે કે કેમ તે અંગે ચોક્કસ આગાહી કરી નથી પરંતુ તેમણે 5, 11 અને 17 ઓક્ટોબર દરમિયાન દરિયામાં હવાના દબાણ ઉભા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, મેયરે પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને આપી સૂચના

Back to top button