ગુજરાતફૂડ

રાજકોટના આ રેસ્ટોરન્ટમાં જતાં સો વખત વિચારજો, ત્યાં જમવાથી થઈ શકે છે બીજા સ્ટેજનું કેન્સર !!

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ શહેરના પ્રખ્યાત ગણાતાં સની પાજી દા ઢાબામાંથી પ્રીપેર્ડ ખાદ્યચીજ પંજાબી રેડ ગ્રેવી તથા મંચુરિયન ડ્રાયના બે નમૂના લઇને પૃથક્કરણ માટે મોકલ્યા હતા જેમાં આ બન્ને ખાદ્ય પદાર્થોમાં મોઢાનું, ફેફસાનું અને આંતરડાનું સીધુ બીજા સ્ટેજનું કેન્સર બહાર આવે તેવા ઝેરી કલર કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આ કલર કેમિકલવાળા ખાદ્ય પદાર્થો ખાવાથી વાળ ખરવા અને ચામડીના રોગ થવા જેવી બિમારી પણ થાય છે. સની પાજીમાં બરફ ગોલાના ક્રીમમાં ઉપયોગમાં લેવાતા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતાં ફૂડ એનાલિસ્ટ દ્વારા આ બન્ને નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા. આ કલર મરચાને બદલે શાકભાજીમાં કલર લાવવા માટે નાખવામાં આવતો હતો. વાસ્તવમાં આ કલર રેસ્ટોરન્ટ જ નહીં ઘરમાં બનાવાતી શાકભાજીમાં પણ ઉપયોગમાં લઇ શકાતો નથી.

સર્વેશ્વર ચોકમાં આવેલી ફ્રેન્ચાઈઝીમાંથી લેવાયો હતો નમુનો

ફૂડ શાખાએ સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્ષ શોપ નંબર 112માં આવેલા સની પાજી દા ઢાબા -ફૂડ પાર્સલના અમનદીપસિહ કુલવંતસિહ પાસેથી પંજાબી રેડ ગ્રેવી (પ્રીપેર્ડ -લૂઝ)નો નમૂનો લઇને લેબોરેટરીમાં તપાસમાં મોકલતા તેના રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર સનસેટ યલ્લો FCF અને કાર્મોઝીનની હાજરી મળી આવી હતી. આવી જ રીતે આ સ્થળેથી લેવાયેલા મંચુરિયન ડ્રાય (પ્રીપેર્ડ -લૂઝ)ના નમૂનામાં પણ તપાસ બાદ સિન્થેટીક ફૂડ કલર સનસેટ યલ્લો FCF અને કાર્મોઝીનની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા.

છ ધંધાર્થીઓને અપાઈ નોટીસ

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચુનારાવાડ શેરી નં. 6 દૂધસાગર રોડ પર આવેલા ગુરૂનાનક એજન્સીમાંથી CRAZY CLEAR LEMO અને કોઠારિયામાં સાંઇ બાબા સર્કલ પાસે ઈશ્ર્વર પાર્ક શેરી નં. 2 કોર્નર, રોલેક્ષ રોડ પર આવેલા પર્વ રેસ્ટોરન્ટમાંથી પંચદાળ (પ્રિપેર્ડ -લુઝ)ના નમુના લેવાયા હતા. જ્યારે, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ વિસ્તારમાં ખાણીપીણીના 40 ધંધાર્થીઓની ચકાસણી કરી કૃષ્ણમ ટી સ્ટોલ, મુરલીધર ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ, હોટલ દ્વારકાધીશ, કૃષ્ણમ ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ, ગાયત્રી મદ્રાસ કાફે, અન્નપૂર્ણા પાન, લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

Back to top button