વરસાદમાં મચ્છરોને દુર રાખવા હોય તો અપનાવો ઘરગથ્થુ નુસખા
- વરસાદની સીઝન શરૂ થાય અને મચ્છરોનો ત્રાસ થવા લાગે છે
- વરસાદી પાણી અને ચારેય બાજુની ગંદકી મચ્છરોનો ઉપદ્વવ વધારે છે
- મચ્છર ભગાડવા ઉપયોગમાં લેવાતા કોઇલ્સ કે લિક્વિડથી શ્વાસ લેવામાં પ્રોબલેમ થાય છે
વરસાદની સીઝન ગમે તો દરેકને છે, પરંતુ તેની બીજી સાઇડ પણ છે. આ સીઝનમાં થતી ગંદકી, રોગો અને મચ્છરનો ત્રાસ હેરાન પરેશાન કરી દે છે. ઘરની આસપાસ ખાડા, તળાવોમાં પાણી વરસાદી પાણી ભરાઇ જાય છે. જે મચ્છરનો ઉપદ્વવ વધારે છે અને આ કારણે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે. અનેક પ્રકારના જાનવરોના મૃત્યુ પામવાથી પાણી પ્રદુષિત થાય છે. આ કારણે ગંદકીની સાથે મચ્છર પણ વધે છે.
મચ્છરોને ભગાડવા માટે આપણે અનેક પ્રકારની કોઇલ્સ કે કેમિકલ્સ વાળા લિક્વિડ્સનો પ્રયોગ કરીએ છીએ, જે આપણા ઘરના વાતાવરણમાં ફેલાઇ જાય છે. આ સ્મોકમાં શ્વાસ લેવાથી આપણું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. આજે તમને ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેના દ્વારા તમે મચ્છરોને ભગાવી શકો છો.
લસણનો પ્રયોગ કરો
આપણા બધાના ઘરમાં લસણ તો હશે જ. તમે પ્રાકૃતિક રીતે મચ્છરોને ભગાવી શકો છો. લસણમાં સલ્ફરની સારી એવી માત્રા મળી આવે છે. જે મચ્છરો માટે કાળ સમાન હોય છે. તમે લસણ અને લવિંગની પેસ્ટ બનાવીને તેને સ્પ્રેની બોટલમાં ભરો અને આખા ઘરમાં છાંટો, આ નુસખાથી મચ્છર તમને શોધ્યા નહિ જડે.
નીલગિરીના તેલનો પ્રયોગ કરો
મચ્છરોને ભગાડવા માટે તમે નીલગિરીના તેલનો પ્રયોગ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા એકથી બે ચમચી નીલગિરીનું તેલ લો. તેમાં સારી એવી માત્રામાં લીંબુનો રસ ભેળવીને તેનો ઘોલ તૈયાર કરો. તેને સુતા પહેલા તમારા શરીર પર લગાવી દો. આ સ્મેલથી મચ્છર તમારી નજીક પણ નહીં આવે.
લીમડાના તેલનો પ્રયોગ
વરસાદની સીઝનમાં મચ્છરોના આતંકથી આપણે બધા પરેશાન રહીએ છીએ. તેને ખતમ કરવા માટે તમે લીમડાના તેલનો પ્રયોગ કરી શકો છો. તમે લીમડાનું તેલ અને નારિયેળ તેલ એક સરખી માત્રામાં મિક્સ કરો. સુતા પહેલા તમારા શરીર પર લગાવી લો. આ મિક્સર લગાવવાથી તમને 7-8 કલાક મચ્છર નહીં કરડે.
આ પણ વાંચોઃ શું જમ્યા પછી નહાવા જઈ શકાય?