ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકાર USA પાસેથી વધુ કિંમતે ખરીદી રહી છે પ્રિડેટર ડ્રોન્સ: કોંગ્રેસ

Text To Speech

કોંગ્રેસે ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોદી સરકાર અમેરિકા પાસેથી વધુ કિંમતે પ્રિડેટર ડ્રોન્સ ખરીદી રહી છે, જ્યારે અન્ય દેશો ચાર ગણી ઓછી કિંમતે આ ડ્રોન ખરીદી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “રાફેલ ડીલમાં જે થયું તે હવે Predator Dronesની ખરીદીમાં પણ પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે.”

“અન્ય દેશો ભારત કરતા ચાર ગણી ઓછી કિંમતે ખરીદે છે, એ જ ડ્રોન”

તેમણે કહ્યું કે જે ડ્રોન્સને બાકીના અન્ય દેશો ભારત કરતા ચાર ગણી ઓછી કિંમતે ખરીદે છે, એ જ ડ્રોન માટે આપણે 110 મિલિયન ડોલર એટલે કે 880 કરોડ રૂપિયા પ્રતિ ડ્રોન ખર્ચી રહ્યા છીએ! વધુમાં કોંગ્રેસના પવન ખેડાએ કહ્યું કે ભારત સરકાર 25,000 કરોડ રૂપિયાના 31 ડ્રોન ખરીદી રહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેનના સંયુક્ત નિવેદનના 6ઠ્ઠા મુદ્દામાં આ ડ્રોન્સનો ઉલ્લેખ છે.

જરુરિયાત કરતા વધારે ડ્રોન્સ ખરીદી રહી છે સરકાર: કોંગ્રેસ 

આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે શા માટે ભારત અન્ય દેશો કરતા ડ્રોન માટે વધુ ચૂકવણી કરી રહ્યું છે? તેમણે ડ્રોનની સંખ્યાને લઈને પણ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે 2 મહિના પહેલા, એપ્રિલ 2023માં, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા મોદી સરકારને કહેવામાં આવ્યું હતું કે માત્ર 18 પ્રિડેટર ડ્રોનની જરૂર છે અને ન કે 31, તો પછી મોદી સરકાર હવે 31 ડ્રોન્સ કેમ ખરીદી રહી છે?

“અન્ય દેશો ઓછા ભાવે આ ડ્રોન ખરીદી રહ્યા છે”

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા દેશોએ આ MQ-9B પ્રિડેટર ડ્રોન અથવા તેના જેવા ડ્રોન ભારતમાંથી ઓછી કિંમતે ખરીદ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની વાત સાથે ઘણા ઉદાહરણો પણ આપ્યા.

તેમણે કહ્યું કે અમેરિકન વાયુસેનાએ MQ-9 ડ્રોનનું શ્રેષ્ઠ સંસ્કરણ US$56.5 મિલિયન પ્રતિ ડ્રોન માટે ખરીદ્યું છે. 2016 માં, યુકે એરફોર્સે ડ્રોન દીઠ US$12.5 મિલિયનના દરે MQ-9B ડ્રોન ખરીદ્યા હતા. સ્પેને આ ડ્રોન્સ પ્રતિ ડ્રોન US $ 46.5 મિલિયન અને જર્મનીએ $ 17 મિલિયન પ્રતિ ડ્રોન માટે ખરીદ્યા છે.

આ પણ વાંચો: PM મોદીની પરિવાર અને દેશ સાથે યૂસીસીની સરખામણી અયોગ્ય: ચિદમ્બરમ

Back to top button