ગુજરાત

ગુજરાત-ગેસે વપરાશ વિના બિલ મોકલતા ગ્રાહકે ગેસ કનેક્શન બંધ કરવાની કરી માંગ

Text To Speech
  • ગ્રાહકે ગેસ ક્નેક્શન બંધ કરવાની અરજી કરી, છતાં ગુજરાત-ગેસે વપરાશ વિના બિલ મોક્લયા.
  • વપરાશ વિના બિલ મોકલતાં ગ્રાહકે કરી કનેક્શન બંધ કરવાની માંગ.

ગુજરાત ગેસે કંપની લિ. પર ગ્રાહકો જોડેથી ખોટા બિલ માંગવાની ગાંધીનગર ખાતે ફરીયાદ નોંધાઈ છે. કાયમી ગેસ કનેક્શન બંધ કરવા લેખિત અરજી આપ્યા છતાં ગુજરાત ગેસ કંપની લિ.એ કનેક્શન બંધ કર્યું ન હતું. એટલું જ નહિ પરંતુ અલગ અલગ રકમના બિલોની ગેરવાજબી ઉધરાણી કરી હોવાનો દાવો પણ ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ કરાયો હતો.

કેમ ગ્રાહકે કનેક્શન બંધ કરાવાની ફરજ પડી? શું છે સમગ્ર મામલો જાણો

ગાંધીનગર ખાતે રહેતાં ફરિયાદી જે.આર. મહેસૂરિયાએ કમિશન સમક્ષ રજૂઆત કરી હતી કે, સપ્ટેમ્બર 2020માં મીટર વાંચન યુનિટ 122 બાદ નવા ગેસ જોડાણમાં એક પણ યુનિટનો વપરાશ કર્યો નહતો, આમ છતાં અલગ અલગ રકમના બિલોની આકારણી કરી વસૂલાત કરાઈ છે. એ પછી જાન્યુઆરી 2022માં ગેસ જોડાણ કાયમી બંધ કરવા લેખિત અરજી આપી હતી, છતાં જોડાણ બંધ નહિ કરી કંપનીએ બિલોની ઉઘરાણી કરી રકમ વસૂલી હતી. ડિસેમ્બર 2022માં ફરી જોડાણ બંધ માટે અરજી કરી હતી, કોઈ કાર્યવાહી ન થતાં ફરી ફેબ્રુઆરી 2023માં અરજી કરી હતી. ગ્રાહકે ડિપોઝિટની રકમ, જોડાણ બંધ અને બિલોની રકમ પર વળતરની દાદ માગી હતી.

આ પણ વાંચો: બિપરજોય : વાવાઝોડામાં સરાહનીય કામગીરી કરનાર દ્વારકા પોલીસ અધિકારીઓને હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા

ગુજરાત ગેસ લિ. કંપનીએ શું કહ્યું?

કંપની વતી દલીલ કરાઈ હતી કે, શરતચૂકથી કંપનીએ જોડાણ બંધ કર્યું નથી, તાત્કાલિક જોડાણ બંધ કરાશે. નોટરાઈઝડ સોગંદનામું રજૂ કરાયું ન હોવાથી જોડાણ બંધ થયું ન હોવાનું કારણ કંપનીએ દર્શાવ્યું હતું. કયા બિલની આકારણી કયા વપરાશ પેટે કરી તે કંપનીની પોલિસીની બાબત છે.

અંતે કમિશને તાત્કાલિક ધોરણે ગેસ જોડાણ બંધ કરવા કંપનીને આદેશ કર્યો છે. આ ઉપરાંત ફરિયાદી સોગંદનામું રજૂ કરે એટલે ડિપોઝિટ પેટે રૂ. 5500 ફરિયાદીને પરત કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ અનેક વખત વિદ્યાર્થીઓને ઇમોશનલ થઇને કહ્યું કે, ભઇ આનાથી દૂર રહેજો

Back to top button