ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: શું પાકિસ્તાન ભારતમાં રમવા આવશે?

નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમને ભારતનો પ્રવાસ કરવો પડશે. ટૂર્નામેન્ટના નક્કી કાર્યક્રમ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચે એક મેચ આગામી 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે.

બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામ-સામે હશે. આનાથી પહેલા પાકિસ્તાને વિશ્વકપના બહિષ્કારની વાત કરી હતી. આને ભારતના તે નિર્ણયની પ્રતિક્રિયાના રૂપમાં દેખવામાં આવ્યું હતુ, જેમાં બીસીસીઆઈએ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

બીસીસીઆઈએ ત્યારે મેચને અન્ય કોઈ તટસ્થ જગ્યાએ આયોજિત કરવાની માંગ કરી હતી. જે પછી એશિયા કપને હવે હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવામાં આવશે, એટલે કે કેટલીક મેચો પાકિસ્તાનમાં તો રમાશે તો ભારતની મેચો શ્રીલંકામાં રમાડવામાં આવશે.

એવામાં ભલે એશિયા કપની મેચ માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવો ન પડે પરંતુ મંગળવારે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના આવેલા કાર્યક્રમમાં તે નક્કી થઇ ગયું છે કે, પાકિસ્તાનની ટીમને ભારતનો પ્રવાસ કરવો પડશે. તે પણ માત્ર એક વત નહીં પરંતુ અલગ-અલગ ટીમો સાથે ભારતના અલગ-અલગ શહેરોમાં પાકિસ્તાનના કુલ 9 મેચ શેડ્યુલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પક્ષ

શિડ્યુલ પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું (પીસીબી) કહેવું છે કે ભારતમાં મેચ રમવા માટે તેમને પાકિસ્તાની સરકારની પરવાનગી લેવી પડશે. જ્યારે સરકાર આ અંગે નિર્ણય કરશે, ત્યારે જ અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીશું. પાકિસ્તાને છેલ્લે વર્ષ 2016માં ભારતમાં વર્લ્ડ કપની મેચ રમી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ PCBના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ICCએ કહ્યું કે PCBએ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે એગ્રીમેન્ટ પર સહી કરી છે. અમને ખાતરી છે કે તેમની ટીમ પીછેહટ કરશે નહીં.

આ પહેલા આઈસીસીએ વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કર્યો તે સાથે પાકિસ્તાનની મેચ ચેન્નાઇ અને બેગ્લોરમાં કરાવવાની પીસીબીની માંગને પણ ફગાવી દીધી હતી. પીસીબી ચેન્નાઇની ટર્નિંગ પિચ પર અફઘાનિસ્તાન સામે અને બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા ઈચ્છતી નહતી.

વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત પછી પીસીબીએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમનું રમવું સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે, વિશ્વ કપમાં અમારૂ રમવું અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં અથવા સેમીફાઈનલમાં પહોંચવા પર મુંબઈમાં રમવું સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે.

તો બીજી તરફ આઈસીસીના એક પ્રવક્તાએ કહ્યું, બધા સભ્યોને પોતાના દેશના કાયદાનું પાલન કરવાનું છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાની ટીમ વનડે વિશ્વ કપ રમવા ભારત આવશે.

આ પણ વાંચો- ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે મોહાલીને એકપણ મેચ નહીં મળતા રમતગમત મંત્રી નારાજ, નિર્ણયને રાજકીય ગણાવ્યો

Back to top button