એક અનફર્ગેટેબલ ટુર્નામેન્ટ માટે તૈયાર રહોઃ BCCI સેક્રેટરી જય શાહ
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ જય શાહે મંગળવારે કહ્યું હતુ કે, ચોથી વખત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરવી એ “અતુલ્ય સન્માન” છે. અને આ ઇવેન્ટ ભારતની સમૃદ્ધ વિવિધતાનું પ્રદર્શન કરશે.
5 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023 શરૂઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડનો ન્યુઝીલેન્ડ સામેનો મુકાબલો 2019ની ફાઈનલના પુનરાવર્તન સાથે 5 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. શાહે મંગળવારે મુંબઈમાં આયોજિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “હું જાણું છું કે અમે ODIના ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ ભારતમાં આ વર્લ્ડ કપ તે ચર્ચાનો અંત લાવશે.”
સુપર લીગ દ્વારા ક્વોલિફાય: ઈવેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાંથી પ્રથમ આઠ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા ક્વોલિફાય થઈ ચૂકી છે. ઝિમ્બાબ્વેમાં 9 જુલાઈના રોજ સમાપ્ત થતી ક્વોલિફાયર ટુર્નામેન્ટના અંતે અંતિમ બે સ્થાનો નક્કી કરવામાં આવશે. દરેક ટીમ અન્ય નવ ટીમો સાથે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમે છે જેમાં ટોચની ચાર ટીમો નોકઆઉટ તબક્કા અને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થાય છે.
ક્યારે છે પાકિસ્તાન સાથે મેચઃ પાકિસ્તાન 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જ્યારે બીજા દિવસે મુંબઈમાં ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. પ્રથમ સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમીફાઈનલ બીજા દિવસે કોલકાતામાં યોજાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે હશે. ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને 20 નવેમ્બરને રિઝર્વ ડે તરીકે નક્કી કરવામાં આવશે. ત્રણેય નોક-આઉટ ફિક્સર ડે-નાઈટ અફેર હશે.
આ પણ વાંચોઃ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર; ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે