- રાજકોટની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક
- શહેર સિંચાઇ હસ્તકના 82 માંથી 19 ડેમો ભરાયા
- રાજકોટ જિલ્લાના 27 માંથી 6 ડેમ ભરાયા છે
મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી છે. જેમાં 19 ડેમમાં નવા નીરની આવક થઇ છે. તેમાં રાજકોટની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક થઇ છે. રાજકોટ સિંચાઇ હસ્તકના 82માંથી 19 ડેમો ભરાયા છે. તથા રાજકોટ જિલ્લાના 27 માંથી 6 ડેમ ભરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજકોટની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરની આવક
જામનગરના 10, સુરેન્દ્રનગરના 2 ડેમ ભરાયા છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સતાવાર પધરામણી કરી છે અને દરેક જિલ્લા પર હેત વર્ષા કરતા રાજકોટ સિંચાઇ હસ્તકના 82 માંથી 19 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પણ નવા પાણીની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના 27 માંથી 6, મોરબી જિલ્લાના 10માંથી 1, જામનગર જિલ્લાના 22 માંથી 10 અને સુરેન્દ્રનગર જિલ્લાના 11 માંથી 2 ડેમમાં નવા નીરની પધરામણી થઈ છે.
શહેર સિંચાઇ હસ્તકના 82 માંથી 19 ડેમો ભરાયા
સૂત્રોએ જણાવ્યા અનુસાર આજી-1માં 0.26, આજી-2 માં 0.66, આજી-3માં 1.12 , ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 0.98, લાલપરીમાં 0.33, મચ્છુ-1માં 0.13, ફુલઝર-1માં 1.15, સપડામાં 13.81, વિજરખીમાં 4.79, રંગમતિમાં 6.40, ઊંડ-1માં 1.35, કંકાવટીમાં 9.25, ઉંડ-2માં 18.04, વાડીસંગમાં 1.41, રૂપારેલમાં 8.37, વગડિયામાં 10.17, ફલકુમાં 0.16 અને ધારીમાં 0.82 ફૂટ નવા નીરની આવક થઈ છે.