મેઘો મહેરબાન, કાલથી અત્યાર સુધી 150 તાલુકામાં વરસાદ પડ્યો
HD ન્યુઝ ડેસ્કઃ મોડુ તો મોડુ આખરે જ્યારે હવે ચોમાસું બેસી ગયું છે ત્યારે હાલ લગભગ ગુજરાતના દરેક જીલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 થી 30 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે 150થી વધુ તાલુકામાં વરસાદે ધમાકેદાર બેંટિગ કરી છે. હજુ પણ 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 28 થી 30 જૂન દરમિયાન નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થીની જોતા રાજ્ય સરકારે NDRF અને SDRFને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની શરુઆત થતા જ ડેમોમાં પણ નવા નીર આવ્યા છે . હાલ ગુજરાતના 206 ડેમોમાંથી 6 હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડમાં અતીભારે વરસાદ પડી શકે છે.
આજે ક્યાં પડશે વરસાદઃ આજે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત