ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતનું રોડ નેટવર્ક 59 ટકા વધીને વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું; જાણો 9 વર્ષમાં કેટલું કામ થયું?

Text To Speech
  • સરકારે ટોલ થકી થતી આવકને 1,30,000 કરોડ રૂપિયા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખ્યું છે; જાણો અત્યારે કેટલી થાય છે આવક

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત સારું થઈ રહ્યું છે. દેશભરમાં રોડ-રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નીતિન ગડકરીએ મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે ભારતનું રોડ નેટવર્ક 59 ટકા વધીને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું બન્યું છે.

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2013-2014માં ભારતનું રોડ નેટવર્ક 91,287 કિમી હતું, જે હવે વધીને 1,45,240 કિમી થઈ ગયું છે. રાજધાની નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારતે આ ક્ષેત્રમાં 7 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. રોડ નેટવર્કના મામલે ભારત હવે અમેરિકા પછી બીજા ક્રમે છે.

તેમણે કાર્યક્રમમાં એમ પણ જણાવ્યું કે ટોલ દ્વારા મળતી આવકમાં વધારો થયો છે. વર્ષ 2013-14માં તે4,770 કરોડ રૂપિયાની આવક વધીને 4,1342 કરોડ રૂપિયા થઇ ગઇ છે. નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે ટોલ થકી થતી આવકને 1,30,000 કરોડ રૂપિયા સુધી લઇ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

નીતિન ગડકરીએ કહ્યું કે ટોલ પ્લાઝા પર વાહનોના રોકવાનો સમય પણ ઘટ્યો છે. હવે FASTagના ઉપયોગ પછી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય 30 સેકન્ડથી નીચે લાવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.

ઇથેનોલ પર ચાલતા વાહનો લાવશે – નીતિન ગડકરી

આના એક દિવસ પહેલા નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે નવા વાહનો લાવવા જઈ રહ્યા છીએ જે સંપૂર્ણપણે ઈથેનોલ પર ચાલશે. બજાજ, ટીવીએસ અને હીરો સ્કૂટર 100% ઇથેનોલ પર ચાલશે.

તેમણે ઓગસ્ટમાં ટોયોટા કેમરી કાર રજૂ કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. આ કાર સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલશે અને 40 ટકા વીજળી જનરેટ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે પેટ્રોલના 120 રૂપિયાની સરખામણીએ ઇથેનોલની કિંમત 60 રૂપિયા હશે, જેનો લોકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો- ફૂલ ટાઈમ નોકરી પાર્ટ ટાઈમમાં ચોરી: એન્જિનિયરે 17 ટૂ-વ્હીલની કરી ચોરી

Back to top button