CAG કરશે CM કેજરીવાલના સરકારી આવાસનું ઓડિટ; કેન્દ્રની ભલામણ પર લીધો નિર્ણય
CAG Audit Arvind Kejriwal Residence: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારી આવાસના સમારકામ પર થયેલા ખર્ચ બાબતે CAG સ્પેશ્યલ ઓડિટ કરશે. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે CAG પાસે ઓડિટ કરાવવાની મંજૂરી આપી દીધી છે.
આપ પ્રમુખ કેજરીવાલનું સિવિલ લાઇન્સ સ્થિત ઘર પ્રશાસનિક અને નાણાકીય અનિયમિતાઓના આરોપ સાથે વધતા વિવાદનું કેન્દ્રબિંદુ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એલજી હાઉસના એક અધિકારીએ આ અંગેની પુષ્ટિ કરી છે.
આવાસના રિનોવેશનનો કેસ
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, દિલ્હી સરકારે 2020 અને 2022 વચ્ચે સીએમના સરકારી આવાસના રિનોવેશન પર લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ પૈસા ઈમ્પોર્ટેડ માર્બલ, ઈન્ટિરિયર જેવા કામો પર ખર્ચ થયા હતા.
AAPની સ્પષ્ટતા
આ મામલામાં આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટતા કરી હતી. આપ સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતુ કે જે ઘરમાં કેજરીવાલ રહે છે, તે 1942માં બન્યો હતો. ચઢ્ઢાનું કહેવું છે કે ઘરની અંદરથી લઈને બેડરૂમ સુધીના છતમાંથી પાણી ટપકતું હતું.
બીજેપીનું આપ પર નિશાન
આ સંપૂર્ણ મુદ્દા પર ખુબ જ રણનીતિ થઈ છે. બીજેપી અને આપ વચ્ચે શાનદાર શાબ્દિક યુદ્ધ છેડાઇ ગયું અને બીજેપીએ મુખ્યમંત્રી પર નિશાનો સાધતા રિનોવેશનને લઈને અનેક આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો- યૂનિફોમ સિવિલ કોડ: પીએમ મોદીના નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી