વર્લ્ડ કપ 2023: વીરેન્દ્ર સહેવાગે કરી ચાર ટીમો માટે ભવિષ્યવાણી; કહ્યું સેમીફાઇનલ સુધી પહોંચશે
વનડે વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલ લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોને લઈને ભવિષ્યવાણી કરી છે.
તેમને સેમીફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને પાકિસ્તાનનું નામ લીધું છે. ઈવેન્ટ દરમિયાન આઈસીસીના સીઈઓ જ્યોફ એલાર્ડિસ, બીસીસીઆઈ સચિવ જય શાહ, શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરણ પણ હાજર હતા.
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબર અમદાવાદથી થશે. જ્યારે ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરે અમદાવાદમાં જ રમાશે.
ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં આઠ ટીમોને સીધી એન્ટ્રી મળી છે, જ્યારે બે ટીમ જિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ ક્વોલિફાયર પછી નક્કી થશે.
વર્લ્ડકપ દરમિયાન 12 શહેરોમાં મેચ રમાશે, જેમાં અમદાવાદ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, તિરૂવંતપુરમ, મુંબઈ, અમદાવાદ, પુણે, લખનઉ, દિલ્હી, ગૌવાહાટી, કોલકાતા અને ધર્મશાળા સામેલ છે.
ભારતની મેચ
ઑક્ટોબર 8 – ઑસ્ટ્રેલિયા (ચેન્નઈ)
ઓક્ટોબર 11- અફઘાનિસ્તાન (દિલ્હી)
ઑક્ટોબર 15 – પાકિસ્તાન (અમદાવાદ)
ઑક્ટોબર 19 – બાંગ્લાદેશ (પુણે)
22 ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ (ધર્મશાલા)
ઓક્ટોબર 29 – ઈંગ્લેન્ડ (લખનવ)
2 નવેમ્બર – ક્વોલિફાયર 2 (મુંબઈ)
5 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા (કોલકાતા)
11 નવેમ્બર – ક્વોલિફાયર 1 (બેંગલુરુ)
આ પણ વાંચો- ODI વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જાણો શું છે આ ફોર્મેટ