ટ્રેન્ડિંગવર્લ્ડ

પુતિને વાગનર ગ્રુપના સૈનિકોને ગણાવ્યા દેશભક્ત; આપી મોટી ઓફર

Text To Speech

મોસ્કો:  વાગનર ગ્રૂપની પીછેહઠ બાદ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

રશિયન ટેલિવિઝન પરના તેમના સંબોધનમાં પુતિને વાગનર જૂથનો બળવો અને તેમાં ભાગ લેનારા નેતાઓનો ઉલ્લેખ કર્યો. સાથે જ બળવાના પ્રયાસમાં સંડોવાયેલા નેતાઓને સજા અપાવવાની પણ વાત કરવામાં આવી હતી.

તેમણે ગયા શનિવારના બળવા માટે વાગનર જૂથના નેતાઓને દોષી ઠેરવ્યા અને કહ્યું કે તે “રશિયાને લોહિયાળ સંઘર્ષમાં ડૂબેલા જોવા” ઇચ્છે છે.

પુતિને સોંગધ ખાધા છે કે તેઓ આ વિદ્રોહના આયોજકોને કોર્ટમાં લઇ જશે.

જોકે, પુતિને સામાન્ય વાગનર સૈનિકોને દેશભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેઓને રશિયન સેનામાં જોડાવાની સાથે-સાથે બેલારુસ અથવા તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.

વાગનર સમૂહ પર શું બોલ્યા પુતિન?

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું, “અમે જાણતા હતા કે વાગનર સમૂહના મોટાભાગના ફાઇટર અને કમાન્ડર પણ રશિયન દેશભક્ત છે. પોતાના લોકો અને રાજ્ય પ્રત્યે વફાદાર છે. તેમને યુદ્ધના મેદાન પર પોતાના સાહસથી તે સાબિત કર્યું છે. તેમને ડોનબાસ અને નોવોરોસિયાને મુક્ત કરાવ્યું છે. તેથી પ્રારંભથી જ મારા નિર્દેશો અનુસાર પગલા ભરવામાં આવ્યા અને મારો ઓર્ડર હતો કે મોટા પ્રમાણમાં ખૂન-ખરાબાથી બચવામાં આવે. જ્યારે પશ્ચિમી દેશ અને યુક્રેન ઈચ્છતું હતું કે રશિયન એકબીજાને મારી નાંખે.”

જોકે, પોતાના સંબોધનમાં પુતિને ક્યાંય પણ વાગનર સમૂહના પ્રમુખ યેવગેની પ્રોઝિજિનનું નામ લીધું નથી. પુતિને કહ્યું કે, અમે બળવાને 24 કલાકથી પણ ઓછા સમયમાં ખત્મ કરી દીધો. તેમને ન માત્ર રાષ્ટ્રને એકતા દર્શાવવા પરંતુ વાગનર ગ્રુપને પીછે હટ્ટ કરવા અને ખૂન-ખરાબો ન કરવા માટે ધન્યવાદ આપ્યા હતા.

આ પણ વાંચો- મણિપુરની સ્થિતિ પર સેનાનું ટ્વિટ, કહ્યું ‘મહિલાઓ આતંકવાદીઓને ભાગવામાં મદદ કરી રહી છે’

Back to top button