મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી, ચોથા માળેથી શ્રમિકો પટકાયા, એકનું મોત
અરવલ્લીના મોડાસામાં મોટી દુર્ધટના સર્જાઈ છે. જેમાં નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મજૂરો સેફ્ટી વિના કામ કરી રહ્યા હતા જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવવામા આવી રહ્યું છે.
મોડાસામાં બિલ્ડિંગનો સ્લેબ તૂટતા શ્રમિકો નીચે પડકાયા
પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લીના મોડાસામાં માલપુર રોડ પર નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા.માલપુર રોડ પર ફોરસ્કવેર બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો હતો. જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.
સેફ્ટી વગર કામ કરતા સર્જાઈ દુર્ઘટના
જાણવા મળી રહ્યું છે કે સેફ્ટી વગર ઊંચાઈ પર કામ કરતા બેદરકારીમાં આ ઘટના બની છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થઇ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તેમજ ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ ?