ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જો એક ઘર બે કાયદાથી ન ચાલતું હોય તો દેશ કેવી રીતે ચાલશે! UCC પર PM મોદીનું મોટું નિવેદન

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં પસમંદા મુસ્લિમોના વિકાસ વિશે વાત કરી અને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) ની જોરદાર હિમાયત કરી. તેમણે ‘ટ્રિપલ તલાક’નું સમર્થન કરનારાઓ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું, “જો તે ઇસ્લામનું એક મહત્વપૂર્ણ પાસું હતું તો તે પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, કતાર, જોર્ડન, સીરિયા અને બાંગ્લાદેશમાં કેમ નથી?” તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ઈજિપ્તે 80-90 વર્ષ પહેલા આ પ્રથા નાબૂદ કરી દીધી હતી, પરંતુ કેટલાક લોકો ટ્રિપલ તલાક દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરવા માટેનું લાઇસન્સ ઈચ્છે છે.

પીએમ મોદીએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ પૂછ્યું કે શું એવું ઘર ક્યારેય ચાલી શકે છે, જેમાં પરિવારના એક સભ્ય માટે અલગ કાયદો હોય જ્યારે બીજા સભ્ય માટે અલગ કાયદો હોય? વડાપ્રધાને કહ્યું કે તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચલાવી શકશે. તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.

વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકો અમારા પર આરોપ લગાવે છે, પરંતુ સત્ય એ છે કે આ લોકો મુસ્લિમ-મુસ્લિમ કરે છે. જો તે ખરેખર મુસલમાનોના હિતચિંતક હોત તો મારા મુસ્લિમ પરિવારના મોટાભાગના ભાઈ-બહેનો શિક્ષણ અને નોકરીમાં પાછળ ન રહ્યા હોત. મુશ્કેલીભર્યું જીવન જીવવા માટે દબાણ ન રહેતા. મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ વારંવાર કોમન સિવિલ કોડ લાવવાનું કહી રહી છે.


ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમણે ભોપાલના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી એક સાથે 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. તમને જણાવી દઈએ કે રેલ્વેના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં પાંચ સેમી હાઈ સ્પીડ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ દરમિયાન તેમને આગામી લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ભાષણમાં યૂસીસીને લઇને મોટી વાત કરી છે.  તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ યુસીસીનો વિરોધ કરી રહેલા વિરોધ પક્ષ ઉપર પણ નિવેદન કર્યા હતા. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે, તેઓ આ બાબતે સુપ્રીમ કોર્ટની વાત પણ માનતા નથી.

આ પણ વાંચો-રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત; PM મોદીએ એકસાથે પાંચ વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી

Back to top button