ગુજરાત

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ ?

Text To Speech

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તાજેતરમાં  હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન દ્વારા આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આગામી 4 દિવસ  ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 4 દિવસ  ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં  સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 4દિવસ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. 

આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે

આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી  કરવામા આવી છે. જેમાં વલસાડ,નવસારી,સુરતમાં ભારે વરસાદની આગાહી છે.  નર્મદા,ડાંગ,ભરુચ, છોટાઉદેપુર,તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી ભારે વરસાદની  આગાહી  કરવામા આવી છે.

આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સૂરત, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહી-humdekhengenews

28 જૂન

28 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
ભારે વરસાદ: અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

29 જૂન

સુરત, નવસારી, વલસાડ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

30 જૂન

ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાવામા આવી છે.

 આ પણ વાંચો : સુરત : હલ્દીની વિધિમાં જ ભાઈએ બહેનને ઉતારી મોતને ઘાટ

Back to top button