આજનું પંચાગ
તારીખ :- ૨ ૪ જૂન ૨૦૨૨, વાર :- શુક્રવાર
તિથિ :- જેઠ વદ એકાદશી
રાશી :- મેષ
નક્ષત્ર :- સવારે ૬:૧૩:૧૪ સુધી રેવતી, ત્યારબાદ અશ્વિની
યોગ :- સુકર્મા
કરણ :- સવારે ૧૦:૨૨:૨૮ સુધી બવ, ત્યારબાદ બાલવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- કોઈપણ કાર્ય આયોજન પૂર્વક કરવું. આયોજનપૂર્વક કરેલા કાર્ય સફળતા અપાવે. આજે દરેક કાર્ય સમય પર પાર પડે. આજે એનર્જીનું પ્રમાણ સારું રહેશે. તમારી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિમાં પણ વધારો થાય. સન્માન મળે એવું કાર્ય કરી શકો છો.
વૃષભ :- આજે એકલતાનો અનુભવ થાય. કોઈની સાથે વાતચીત કરવાની, કોઈને મળવાની ઈચ્છા ઓછી રહે. તમારા સમયનો તમારે ઉપયોગ કરવો કે બરબાદ કરવો એ તમારા હાથમાં રહેલું છે. આજે ભાવનાઓમાં વહીને ખોટા ખર્ચા કરી શકો છો.
મિથુન :- આજે તમને સામેથી એક સારી તક મળશે. આ તકનો કઈ રીતે લાભ ઉઠાવવો એ તમારી હોશિયારી પર આધાર રાખે છે. તમારા પ્રિયજનો સાથે ની દુરી ઓછી કરવા માટે નો યોગ્ય દિવસ છે. બગડેલા સંબંધો આજે સુધરી શકે છે.
કર્ક :- આજે કાર્યકાર વધારે રહે. જેના કારણે તમે તમારી તંદુરસ્તી પર ધ્યાન ઓછું આપશો. પરિવારના સાથ-સહકારની કમી લાગે. પણ આજે કરવામાં આવેલું કાર્ય તમને માન અને પ્રતિષ્ઠા અપાવી શકે છે. ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહે.
સિંહ :- આજે તમે તમારા વ્યવસાયનો વિકાસ કઈ રીતે કરી શકો છો એના ઉપર વધારે ધ્યાન આપશો. તે માટેની યોજનાઓ બનાવવા માટે આજે સારો દિવસ છે. તમે થોડી આળસ નો અનુભવ પણ કરી શકો છો. ભાગ્યના બળે કામ આગળ વધે.
કન્યા :- તમારી દરેક વાતો દરેક વ્યક્તિ સાથે ખુલીને કરવી નહીં. આજે નજર ટોક લાગી શકે છે. તમે તમારી જિંદગીની અમુક બાબતો પ્રત્યે નિરાશા અને દુઃખ રહે. પણ તમને ખબર છે કે તમારી ચિવટતાં તમને સફળતા પણ અપાવી શકે છે.
તુલા :- નિરાશાને ખંખેરી ને ઉત્સાહ પૂર્વક આગળ વધો. આજે સફળતા તમારી રાહ જુએ છે. વ્યવસાય લક્ષી કોઈ સારું કાર્ય થઈ શકે છે. તમારા જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી ઓળખાણ માં વધારો થાય.
વૃશ્ચિક :- આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું. તમારું ખાનપાન સ્વાસ્થ્ય બગાડી શકે છે. પેટ ને લગતી સમસ્યા આવી શકે છે. કોઈની પણ સાથે વધારે દલીલમાં ઉતરવું નહીં. તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે. ઝગડો મોટું સ્વરૂપ લઇ શકે છે.
ધનુ :- આજે ઉમંગ ઉત્સાહ બન્યા રહે. આજે તમે લોકોને માર્ગદર્શન આપવાનું કાર્ય સારી રીતે કરી શકશો. તેમના પ્રશ્નો ને ઉકેલવામાં સફળતા પૂર્વક મદદ કરશો. સંતાનની મુશ્કેલીઓ હળવી થાય. એમની શિક્ષણ પ્રત્યેની રુચિમાં વધારો થાય.
મકર :- તમે તમારા જીવનસાથી સાથે આજે સુંદર સમય વિતાવી શકો છો. પણ એની સાથે તમે તમારો વ્યવસાયિક કાર્યને પણ ચાલુ રાખશો. જોકે આજે કામ કરવાની ઈચ્છા ઓછી થાય. તમે કંઈક નવી વસ્તુ શીખવા નું ચાલુ કરી શકો છો.
કુંભ :- તમારા ભાઈ બહેન નો સાથ સહકાર તમારા પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે. આજે તમારી કોઈપણ પ્રકારની ચર્ચાઓ પર સારી પકડ રહેશે. તમે તમારા મનની વાતને સફળતાપૂર્વક મુકી શકશો. નવી નોકરીની અરજી કરવા માટે આજે યોગ્ય દિવસ છે.
મીન :- આજે તમે દરેક કાર્ય વધારે જવાબદારીપૂર્વક કરશો. તમારા કુટુંબીજનો વચ્ચે પ્રેમ વધે. તમને એમની સાથે સમય વધારે વિતાવવાની ઈચ્છા રહે. આજે તમે કોઈ સારી જગ્યાએ રોકાણ કરી શકો છો. અને તમારા કરેલા રોકાણ નું સારું રિટર્ન પણ મળે.