વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદે બોલાવી રમઝટ, જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લમાં સતત બીજા દિવસે વરસાદે ધડબટાડી બોલાવી છે. વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડમાં ભારે વરસાદથી પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે દિવસથી રમઝટ બોલાવી છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદને પગલે પાણી ભરાય છે. આજે પણ વલસાડ જિલ્લમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાપી, કપરાડા, ઉમરગામ, પારડી સહિતના વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 6 કલાકમાં જ સાડા 5 ઇંચથી વધારે વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયા હતો. ઉમરગામમાં આઠ કલાકમાં જ છ ઇંચથી વધારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરહાયા હતા.
વલસાડ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા હજુ પણ પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે આજે સવારથી મેઘરાજાએ વલસાડમાં ધડબડાટી બોલાવી છે.
મધુબન ડેમમાં પાણીની આવક થઇ
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં 3450 ક્યુસેક પાણી આવક થઇ હતી. ગઈ કાલે સાંજે ડેમની ભયજનક 82 મીટર સપાટી સામે 65.75મીટર સપાટી નોંધાઇ હતી.
આ પણ વાંચો : વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું