ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં આગવી પહેલ

  • નિયમો અને જવાબદારીઓ અધ્યક્ષ દ્વારા જાહેર થશે
  • MLAને ટેબ્લેટનું અક્ષરજ્ઞાન આપવા વિધાનસભાગૃહ ક્લાસરૂમ બનશે
  • 44-44ની ચાર બેચને કોચિંગ આપવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં આગવી પહેલ કરવામાં આવી છે. જેમાં MLAને ટેબ્લેટનું અક્ષરજ્ઞાન આપવા વિધાનસભાગૃહ ક્લાસરૂમમાં ફેરવાશે. તેમજ સૌથી સિનિયર માનસિંહ ચૌહાણને કોચિંગ લેવુ પડશે તેવી ચર્ચા શરૂ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: ઊંઝા તાલુકામાંથી આવતુ જીરું ખરીદતા લોકો માટે ચોંકાવનારા સમાચાર 

44-44ની ચાર બેચને કોચિંગ આપવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો

ચોમાસુ સત્ર પૂર્વે જુલાઈમાં 44-44ની ચાર બેચને કોચિંગ આપવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. નિયમો અને જવાબદારીઓ અધ્યક્ષ દ્વારા જાહેર થશે. ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં ધારાસભ્યોની બેઠક પર આગામી એકાદ સપ્તાહમાં ટેબલેટ ઈન્સ્ટોલ કરી દેવાશે. બાદમાં જૂલાઈ મહિનામાં તમામ ધારાસભ્યોને ટેબલેટ મારફતે સરકારી, સંસદિય તેમજ વૈધાનિક અને જનપ્રતિનિધી તરીકે કેવી રીતે કામ કરી શકાય તે માટે સળંગ 15 દિવસ કોચિંગ અપાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો 

સૌથી સિનિયર માનસિંહ ચૌહાણથી લઈને તમામ ધારાસભ્યોને આ કોચિંગ લેવુ પડશે

વિધાનસભા ગૃહમાં થનારા ક્લાસરૂમમાં સૌથી સિનિયર માનસિંહ ચૌહાણથી લઈને તમામ ધારાસભ્યોને આ કોચિંગ લેવુ પડશે. કારણ કે, સપ્ટેમ્બર મહિનામાં મળનારા ચોમાસુ સત્રથી જ વિધાનસભાનું પ્રોસિડિંગ્સ ઓનલાઈન થઈ જશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષપદે સોમવારે ઈ-વિધાન માટે રચાયેલી કમિટીની બેઠક મળી હતી. જેમાં 44- 44 ધારાસભ્યોની એક એવી ચારેક બેચને કોચિંગ આપવાનું આયોજન થયુ છે. ગૃહની અંદર ધારાસભ્યોની બેઠકના સ્થાને ઈન્સ્ટોલ થનારા ટેબલેટ, તેનું સોફ્ટવેર તેમજ પ્રોસેડિંગની ફોર્મેટ, મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે મંગળવારે મળનારી બેઠકમાં ટેન્ડરિંગનો તબક્કો પૂર્ણ થશે.

નિયમો અને જવાબદારીઓ અધ્યક્ષ દ્વારા જાહેર થશે

ગૃહમાં ધારાસભ્યોની બેઠક પર એક ટેબલેટ ફિક્સ રહેશે, બીજુ ટેબલેટ સાથે વપરાશ માટે આપવામાં આવશે. જે ધારાસભ્ય તરીકે ટર્મ પૂર્ણ થતા વિધાનસભાને પરત સોંપવામાં આવશે. ઈ- વિધાનની કમિટીમાંથી જાણવા મળ્યા મુજબ પેપરલેસ પ્રોજેક્ટ હેઠળ એક ધારાસભ્યને બે ટેબલેટ આપવા રૂપિયા 70થી 80 હજારનો ખર્ચ અંદાજાયો છે. આ અંગેના નિયમો અને જવાબદારીઓ અધ્યક્ષ દ્વારા જાહેર થશે.

Back to top button