ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેઘો મહેરબાન, રાજ્યના 130 તાલુકામાં ધોધમાર વરસાદ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં આખરે વિધીવત રીતે ચોમાસાંની શરુઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમા ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 હજુ ભારે વરસાદની આગાહીઃ રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. અહીં એક સાથે 5 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. કાલે ખેડા જીલ્લામાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત તેમજ ઉતર ગુજરાતમાં વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે. મહત્વની વાત છે મુંબઈ બાદ હવે ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં પડશે વરસાદઃ આગામી ચાર દિવસ રાજકોટ, ગોંડલ, ધોરાજી, અમદાવાદ, મહેસાણા, મહેમદાબાદ, તેમજ જૂનાગઢ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે

આ પણ વાંચોઃ હિમાચલ-ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં એલર્ટ, આફતની જેમ વરસાદ તૂટી પડ્યો !

Back to top button