ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના બે અસામાજીક તત્વોને જિલ્લામાંથી કરાયા તડીપાર

Text To Speech

પાલનપુર: ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુન્હાહિત માનસ ધરાવતા ઇસમોને હદપારી વોરંટ આધારે પકડી પાડી ડીસા રૂરલ પોલીસ દ્વારા બંને ઇસમોને બનાસકાંઠા જિલ્લાની હદમાંથી તડીપાર કરી દેવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુન્હાહિત માનસ ધરાવતા ઇસમો વિરૂધ્ધ હદપારીના દરખાસ્તો કરવાનો આદેશ જિલ્લા પોલીસ વડા અને ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવતા ડીસા રૂરલ પીઆઇ એસ.એમ. પટણી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના એક જ પ્રકારના ગુન્હાહિત પ્રવૃતીઓ ધરાવતા માનસ વાળા ઇસમોની હદપારી દરખાસ્તો તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ મારફતે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ડીસા નાઓને મોકલી આપી હતી.

જેમાં સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીઓ ડીસા ના મહદેવીયાના રાયમલસિંહ બનસિંહ ઠાકોર (પરમાર), તથા બોરિયા તળાવ મોટી આખોલ પાસે રહેતો ધનુજી ઉર્ફે ગુનીયો ઉર્ફે વિનોદ જગાજી ઠાકોર બન્નેને બનાસકાંઠા જિલ્લામાંથી છ માસ માટે હદપારી કરવાનો હુકમ કર્યો હતો. આથી ડીસા રૂરલ પોલીસ મથકના સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, વિજયસિંહ ,પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ, મુકેશભાઈ, ભુપતભાઈ અને રમેશભાઈ દ્વારા બન્ને ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેઓને હદપારી વોરંટની બજવણી કરી તેઓને બનાસકાંઠા જિલ્લા બહાર તગેડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :કલેક્ટરના આદેશ છતાં રાજકોટમાં લાખોનો અનાજનો જથ્થો સડ્યો, કોની બેદરકારી?

Back to top button