ટ્રેન્ડિંગનેશનલ

વાંદરાઓને ભગાડવા યુપીના ખેડૂતોનો અનોખો કીમિયો, ‘રીંછ’ બની ભગાડે છે વાંદરા

Text To Speech

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ખેડૂતો વાંદરાઓના ત્રાસથી પરેશાન છે. કારણકે વાંદરાઓ તેમના પાકને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. વાંદરાઓને ભગાડવા માટે ખેડૂતો અવનવા યુક્તિઓ અપનાવી રહ્યા છે. દરમિયાન હવે ખેડૂતોએ વાંદરાઓને ભગાડવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી છે. જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

લખીમપુર ખેરી જિલ્લાના ખેડૂતોને વાંદરાઓથી તેમના પાકને બચાવવા માટે રીંછ બનવું પડ્યું છે. ખેડૂતો રીંછનો પોશાક પહેરીને ખેતરની રક્ષા કરે છે. જીસ્મના જહાં નગર ગામના ખેડૂતો વાંદરાઓને તેમના શેરડીના પાકને નુકસાન ન પહોંચાડવા માટે રીંછના પોશાકનો ઉપયોગ કરે છે.

વાંદરાઓથી પાકને બચાવવા માટે ખેડૂતોએ પૈસા એકઠા કર્યા છે અને રીંછ જેવા કપડા પહેરીને ખેતરમાં બેસીને તેની રક્ષા કરે છે. જેથી વાંદરાઓ પાકને નુકસાન ન પહોંચાડે. રીંછનો પોશાક પહેરીને ખેતરમાં બેઠેલા ખેડૂતનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અધિકારીઓ ધ્યાન આપતા નથીઃ ખેડૂત

એક ખેડૂતે જણાવ્યું કે, આ વિસ્તારમાં 40-45 વાંદરાઓ ફરે છે. તેઓ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે સત્તાધીશોને આજીજી કરી હતી, પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેથી અમે પૈસા આપ્યા અને અમારા પાકને બચાવવા માટે આ ડ્રેસ 4,000 રૂપિયામાં ખરીદ્યો. હવે કોઈ યા બીજી વ્યક્તિ આ ડ્રેસ પહેરીને ખેતરોમાં બેઠી છે, જેથી વાંદરાઓ ખેતરમાં ન પ્રવેશે. અને અધિકારીઓએ કાર્યવાહીની ખાતરી આપી છે. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (ડીએફઓ) સંજય બિસ્વાલે કહ્યું કે હું ખેડૂતોને ખાતરી આપું છું કે અમે વાંદરાઓને પાકને નુકસાન કરતા રોકવા માટે તમામ પગલાં લઈશું.

ટ્વીટર પર રીંછના પોશાકમાં સજ્જ અને ખેતરની વચ્ચે બેઠેલા ખેડૂતની તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો પર ટિપ્પણી કરતાં, એક યુઝરે કોમેન્ટ પણ કરી.

આવો જ એક કિસ્સો તેલંગાણામાંથી પણ સામે આવ્યો

ગયા વર્ષે માર્ચમાં, તેલંગાણાના એક ખેડૂત પોતાનો પાક બચાવવા માટે રીંછનો પોશાક પહેરીને ચર્ચામાં આવ્યા હતા. ખેડૂતે પાકને નુકસાન પહોંચાડતા જંગલી ડુક્કર અને વાંદરાઓના ખતરાને પહોંચી વળવા માટે આ અનોખી યુક્તિ અપનાવી હતી.

Back to top button