ગુજરાત

જેલમાં બંધ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને આર્થિક સંકટ, કોર્ટમાં કરી અરજી

  • બિલ્ડરના રમણ ભોળીદાસ પટેલે સાણંદની કોર્ટમાં એવી અરજી કરી
  • સાણંદની કોર્ટે 4 જુલાઈના રોજ વધુ સુનાવણી માટે રાખી
  • પત્ની અને દિકરાને જમીનનો પાવર આપવા માગ કરી

અમદાવાદની સાબરમતી જેલમાં છેલ્લા 32 માસથી બંધ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ આર્થિક સંકટમાં આવ્યા છે. સાણંદની જમીન વેચવા સબ રજિસ્ટ્રારને જેલમાં મોકલવા સાણંદ કોર્ટમાં અરજી કરી છે. તથા જમીન કોને વેચવા સહિતના પુરાવા રજૂ કર્યા છે. જેમાં વધુ સુનાવણી 4 જુલાઈએ યોજાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં તસ્કરો બેફામ, વિવિધ વિસ્તારોમાં કરી રહ્યાં છે ચોરી 

સાણંદની કોર્ટે 4 જુલાઈના રોજ વધુ સુનાવણી માટે રાખી

પુત્રવધૂ ફિઝુની હત્યા કરવાના પ્રયાસ સહિતના કેસમાં 32 માસથી જેલવાસ ભોગવી રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ ભોળીદાસ પટેલને સાબરમતી જેલમાં પૈસાની તંગી ઊભી થઈ છે. જેના લીધે સાણંદની જમીન વેચવા માટે જમીનનો રજિસ્ટર્ડ પાવર કરવા અથવા જેલમાં સબ રજીસ્ટ્રારને મોકલવા માટે સાણંદની કોર્ટમાં અરજી કરી છે. જેમાં સરકારી વકીલે જમીન કોને વેચાણ કરવા સહિતના મુદ્દે માહિતી રજૂ કરવા માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સાણંદની કોર્ટે 4 જુલાઈના રોજ વધુ સુનાવણી માટે રાખી છે.

આ પણ વાંચો : હર્ષ સંઘવી દ્વારા વિજેતા વિદ્યાર્થીનીને સુરત જિલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી

બિલ્ડરના રમણ ભોળીદાસ પટેલે સાણંદની કોર્ટમાં એવી અરજી કરી

પોપ્યુલર બિલ્ડરના રમણ ભોળીદાસ પટેલે સાણંદની કોર્ટમાં એવી અરજી કરી છે કે, તેઓ 66 વર્ષની વયોવૃધ્ધ વ્યક્તિ છે અને છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી પોપ્યુલર ગ્રુપના નામથી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી રહ્યા છે, તથા અલગ અલગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં, ભાગીદારી પેઢીમાં , સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીમાં વગેરેમાં તેઓ ડિરેક્ટર તરીકે, ભાગીદાર તરીકે અલગ અલગ હોદ્દાઓ ધરાવીએ છીએ અને સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવીએ છીએ. અમે ઘણા સમયથી (છેલ્લા 32 મહિનાથી) સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં
છીએ, તેથી પૈસાની તંગી ઉદભવી છે. આથી અમારી માલિકીની અમદાવાદમાં તથા અન્ય જગ્યાએ જમીનનો આવેલ હોય જેના વેચાણની કાર્યવાહી કરવા અર્થે મારી જરૂરિયાત પડતી હોવાથી રજિસ્ટર્ડ પાવર કરવો ખૂબ જ જરૂરી છે.

સાણંદ ગામે ખાતે સર્વે નંબર 1730 અને 1734ની જમીન આવેલી છે

અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, રમણભાઇના નામે મોજે અમદાવાદ ડિસ્ટ્રિકટ તાલુકો સાણંદ, સાણંદ ગામે ખાતે સર્વે નંબર 1730 અને 1734થી જમીન આવેલી છે. આ જમીન વેચાણની કાર્યવાહી કરવાની હોવાથી રમણ પટેલ, પત્ની મયૂરિકાબહેન રમણભાઈ પટેલ અને દીકરા પ્રિયેશ રમણભાઈ પટેલને પાવર આપવાનો છે. આથી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અધિકારીને યોગ્ય હુકમ કરવો જોઇએ. અથવા ઉપરોક્ત જણાવેલી જમીનનું વેચાણ કરવા અર્થે રજિસ્ટર્ડ પાવર કરવા માટે સબ રજિસ્ટ્રારને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે નોંધણી કરવા માટે યોગ્ય હુકમ કરવો જોઇએ. આથી કેસના ખાસ સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી હાજર રહ્યા હતા. તેમણે આ જમીન ખરેખર કોના નામે છે, કેટલી જમીન છે, કોને વેચાણ કરવાના છે, કેવી રીતે વેચાવા માગે છે તેની માહિતી રજૂ કરવા કોર્ટે જણાવ્યું હતું, જેના પગલે કોર્ટે આગામી 4થી જુલાઈના રોજ વધુ સુનાવણી રાખી છે.

Back to top button