ગુજરાત

અમદાવાદમાં તસ્કરો બેફામ, વિવિધ વિસ્તારોમાં કરી રહ્યાં છે ચોરી

  • સોલીટેર બંગ્લોમાં સોના ચાંદીના દાગીના મળીને 7.85 લાખ રૂપિયાની ચોરી
  • નીલકંઠ ગ્રીનમાં કિંમતી ચીજવસ્તુઓ મળીને 20.80 લાખની મતા ચોરાઈ
  • તસ્કરોએ તરખાટ મચાવીને લાખોનો માલ ચોરી કરીને ફરાર થયા

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં ચોરી કરી રહ્યાં છે. તેમાં સરખેજ અને બોડકદેવમાં બે બંગલામાં તસ્કરો ત્રાટક્યા છે. અને રૂપિયા 27.85 લાખની ચોરી કરી છે. તસ્કરોએ તરખાટ મચાવીને લાખોનો માલ ચોરી કરીને ફરાર થયા છે.

આ પણ વાંચો : જેલમાં બંધ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને આર્થિક સંકટ, કોર્ટમાં કરી અરજી

નીલકંઠ ગ્રીનમાં કિંમતી ચીજવસ્તુઓ મળીને 20.80 લાખની મતા ચોરાઈ

શહેરના સિંધુભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીનમાં એક મકાનમાંથી રૂપિયા 20 લાખની ચોરી થઇ છે. તથા સાયન્સ સિટી રોડ પર CAના ઘરમાંથી તસ્કરોએ રૂપિયા 7.85 લાખની મતા ચોરી કરીને ફરાર થયા છે. સરખેજ અને બોડકદેવ વિસ્તારમાં બે બંગ્લામાં તસ્કરોએ તરખાટ મચાવીને 27.85 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા છે. સિંધુભવન રોડ પર આવેલ તાજ હોટલની બાજુમાં આવેલ નિલકંઠ ગ્રીન બંગ્લોઝમાં પ્રેક્ષાબેન નંદીશ શાહ પરિવાર સાથે રહે છે. તેમના પતિ નંદીશ, દિયર હર્ષિલ અને સસરા મનીષભાઇ ત્રણેય ધંધા અર્થે ચીન ખાતે ગયા હતા.

આ પણ વાંચો : હર્ષ સંઘવી દ્વારા વિજેતા વિદ્યાર્થીનીને સુરત જિલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી

સોના ચાંદીના દાગીના મળીને 7.85 લાખ રૂપિયાની ચોરી

જ્યારે દેરાણી સીમરન તેના પિયરમાં ગઇ હતી. ચીનથી સસરા ગત,22 જૂને પરત આવી ગયા હતા. ગુરૂવાર રાત્રે પ્રેક્ષા, તેના સાસુ સસરા જમી પરવારીને સુઇ ગયા હતા. જો કે, પ્રેક્ષા તે દિવસે તેના રૂમમાં સુઇ ગઇ ન હતી. વહેલી સવારે ઉઠીને પ્રેક્ષા પોતાના રૂમમાં ન્હાવા જતા તેના બેડરૂમનો દરવાજો બંધ હતો અને સામાન વેરવિખેર પડયો હતો. ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના મળીને 7.85 લાખ રૂપિયાની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

કિંમતી ચીજવસ્તુઓ મળીને 20.80 લાખની મતા ચોરાઈ

મૂળ ખંભાત અને હાલમાં સાયન્સ સીટી રોડ પર આવેલ સોલીટેર બંગ્લોમાં પુલીન રતિલાલ પુરોહીત CAનું કામકાજ કરે છે. તેઓ તેમના પરિવારજનો સાથે જમી પરવારીને બેડરૂમમાં સુઇ ગયા હતા. સવારે મનિષાબેન ઘરઘાટીના રૂમનો દરવાજો ખોલવા માટે ગયા અને સામાન વેરવિખેર પડયાનું નજરે ચઢયુ હતુ. બાદમાં મનીષાબેને રૂમનો દરવાજો ખોલીને રસોડામાં જતા હતા. ત્યારે તેમના બાજુના બેડરૂમમાં મૂકેલ તિજોરી ખુલ્લી હતી અને ઘરનો દરવાજાનું લોક પણ તૂટેલુ હતુ. તપાસ કરતા તિજોરીમાં મૂકેલા દાગીના, હીરાની ચૂની સહિતની કિંમતી ચીજવસ્તુઓ મળીને 20.80 લાખની મતા ચોરાઈ ગયાની જાણ થઈ હતી.

Back to top button