ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : હાઈકોર્ટનો આદેશ છતાં ગેરકાયદેસર કતલખાના, માંસ -મટનની દુકાનો ચાલુ રહેતા ડીસામાં જીવ રક્ષા સમિતિની રચના

Text To Speech
  • મોટીસંખ્યામાં જીવદયાપ્રેમીઓ જોડાયાં

પાલનપુર : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના તેમજ માસ મટનની દુકાનો બંધ કરાવવાનો આદેશ કરાયો હોવા છતાં આ પ્રવૃત્તિ ચાલુ રહેતા ડીસા શહેરમાં જીવ રક્ષા સમિતિની રચના કરાઈ હતી.જેમાં મોટીસંખ્યામાં જીવદયાપ્રેમીઓ જોડાયાં હતા.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ જીવોની ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહી છે. કોઈપણ જાતનાં લાઇન્સસ ના હોવા છતાં ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે, અને હજારો પશુઓની કતલ કરવામાં આવી રહી છે. ત્યારે ડીસાના જાગૃત એડવોકેટ ધમેન્દ્ર ફોફાણી દ્વારા ગેરકાયદેસર કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવા માટે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈજ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવા માટે આદેશ કરાયો હોવા છતાં ડીસા શહેરમાં આજેપણ કોઈપણ જાતના લાઇન્સસ વગર માંસ – મટનની દુકાનો ચાલી રહી છે. જેના પગલે આજે જીવદયાપ્રેમીઓ દ્વારા જીવ રક્ષા સમિતિની રચના કરવામાં આવી છે .જેમાં ગેર કાયદેસર પશુઓની કતલ અટકાવવા માટે કામગીરી કરવી સાથે મહિલાઓ અને દીકરીઓની છેડતી કરતાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવી, રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સરકાર અને પાલિકા દ્વારા પશુઓ માટે ઘાસચારો સહિત પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી પશુઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવે તેવી કામગીરી કરાવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે સાથે જીવ રક્ષા સમિતિ દરેક ઘર ઘર સુધી સંદેશો પહોંચાડી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

એડવોકેટ ધમેન્દ્ર ફોફાણીના માર્ગદર્શન હેઠળ જીવ રક્ષા સમિતિની રચના કરતાની સાથે મોટીસંખ્યામાં જીવદયાપ્રેમીઓ જોડાયાં હતાં અને જલારામ મંદિર સહિત ‌નેમિનાથ સોસાયટી ખાતે બેઠકનું આયોજન કરી કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના યાવરપુરા દૂધ મંડળીમાં મંત્રી પશુપાલકોના 4.47 લાખ રૂપિયા ચાઉં કરી ગયા

Back to top button