Election 2024: પટણા બેઠક પહેલા બીજેપી વિરૂદ્ધ ક્યારે-ક્યારે વિપક્ષ એક થયું; જાણો શું રહ્યું પરિણામ
Lok Sabha Election 2024: બિહારની રાજધાની પટણામાં શુક્રવાર (23 જૂન) જેમાં 2024માં પીએમ મોદીને સત્તામાંથી હટાવીને રણનીતિ પર મંથન શરૂ થયું. નીતિશ કુમારના આહ્વાન પર થયેલી આ બેઠકનો એકમાત્ર એજેન્ડા, અલગ-અલગ પાર્ટીઓના બધા મતભેદ ભૂલાવીને 2024માં બધાને એકમંચ પર લાવવાનો હતો. આ મિશન કેટલું સફળ થયું તે અંગેનો ખ્યાલ તો ભવિષ્યમાં જ આવશે પરંતુ આનાથી પહેલા પણ વિપક્ષ અનેક વખત પીએમ મોદી અને બીજેપી વિરૂદ્ધ એકજૂટ થઈ ચૂક્યું છે. તો આવો જોઇએ ત્યારે શું થયું હતું.
2017 યૂપી વિધાનસભા ચૂંટણી
2014ની લોકસભા ચૂંટણીની મોદી લહેરમાં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં એકતરફી જીત મેળવી હતી. તે પછી 2017માં પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ. તે સમયે રાજ્યમાં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી. મોદી લહેરની અસરને વિધાનસભા ચૂંટણીમાં રોકવા માટે અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને સાથે ચૂંટણી લડી પરંતુ નિષ્ફળતા હાથે લાગી. રાજ્યમાં ન માત્ર બીજેપી જીતી પરંતુ 403 સભ્યોવાળી વિધાનસભામાં 300થી વધારે સીટો પર કબ્જો કરી લેવામાં સફળ રહી. બીજેપીએ સહયોગી પાર્ટીઓ સાથે મળીને 324 સીટ જીતી.
યૂપી- 2019 લોકસભા ચૂંટણી
2017માં બીજેપીની પ્રચંડ જીતે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મોટો અંડરકરંટ ઉભો થયો, જેની અસર બે વર્ષ પછી થયેલી લોકસભા ચૂંટણીમાં જોવા મળી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ ચૂંટણીમાં એક સાથે ચૂંટણીમાં ઉતરી. 1995ના ગેસ્ટ હાઉસ કાંડ પછી બંને પાર્ટીઓ પ્રથમ વખત એકસાથ આવી હતી પરંતુ તે છતાં બીજેપીને રોકવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની 80 લોકસભા સીટોમાંથી 62 બીજેપીએ જીતી લીધી. સમાજવાદી પાર્ટી અને બીએસપીને કુલ 15 સીટ મળી, જેમાં સમાજવાદી પાર્ટીના ખાતામાં 5 અને બીએસપીના ભાગે 10 સીટ આવી હતી.
2015 બિહાર વિધાનસભા ચૂંટણી
2014માં કેન્દ્રની સત્તામાં બિરાજમાન થયા પછી પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપીનો વિજય રથ એક રાજ્યથી બીજા રાજ્યમાં આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન 2015માં વિધાનસભા ચૂંટણી આવી, જ્યાં બીજેપીને રોકવા માટે અનોખો પ્રયોગ થયો. રાજ્યમાં એકબીજાના ધુર વિરોધી નીતિશ કુમાર અને લાલૂ પ્રસાદ યાદવ એક સાથે આવી ગયા. જેડીયૂ-આરજેડી અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી, જેમાં બીજેપીની હાર થઈ હતી. રાજ્યમાં મહાગઠબં ની સરકાર બની હતી.
આ પણ વાંચો- પીએમ મોદીના યુએસ પ્રવાસ સાથે જોડાયેલા સવાલ પર શાહરૂખ ખાને આપ્યો રસપ્રદ જવાબ
કર્ણાટક- 2019 લોકસભા ચૂંટણી
2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જેમ જ કર્ણાટકમાં એક પ્રયોગ થયો, જ્યાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરે (જેડીએસ) સાથે મળીને ચૂંટણી લડી. ચૂંટણીના એક વર્ષ પહેલા જ બંને પાર્ટીઓ વિધાનસભા ચૂંટણી પછી ગઠબંધન કરીને સરકાર બનાવી ચૂક્યા હતા. 2019માં બંને પાર્ટીઓએ ચૂંટણી પહેલા જ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો અને પરિણામ પ્રતિકૂળ ન રહ્યાં. રાજ્યની 28માંથી 25 સીટ બીજેપી જીતી ગઈ જ્યારે કોંગ્રેસ અને જેડીએસને માત્ર એક-એક સીટ મળી. જોકે, 2023 વિધાનસભા ચૂંટણીમાં 224 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસે 136નો આંકડો મેળવીને સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી હતી. જ્યારે જેડીએસના ભાગે 19 સીટ આવી હતી. તો બીજેપી માત્ર 66 સીટોમાં સમેટાઇ ગઇ હતી. આમ વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ અને કોંગ્રેસ સામે બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તો સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી હતી.
2022 યુપી વિધાનસભા ચૂંટણી
2017 અને 2019માં ઝાટકા પછી 2022માં એક વખત ફરીથી યૂપીમાં બીજેપીને હરાવવા માટે ગઠબંધન થયું. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ જયંત ચૌધરીની આરએલડી, ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને અન્ય સાથે મળીને ચૂંટણી લડી. ગઠબંધન તો નવું રહ્યું પરંતુ પરિણામમાં કોઈ ઝાઝો ફરક આવ્યો નહીં. બીજેપી એક વખત ફરીથી જીતીને સરકાર બનાવી. જોકે, આ વખતે બીજેપીની સીટ સંખ્યામાં ઘટાડો થયો. 403 વિધાનસભા સીટમાંથી બીજેપીના ભાગે 225 આવી જ્યારે સમાજવાદી પાર્ટી 111 સીટ જીતવામાં સફળ રહી. જોકે, આ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટો ઝાટકો લાગ્યો કેમ કે તે માત્ર બે સીટ પર સમેટાઇ ગઇ હતી.
2019 ઝારખંડ વિધાનસભા ચૂંટણી
બિહારની સફળતાથી ઉત્સાહિત થઇને પડોસી રાજ્ય ઝારખંડમાં પણ 2019માં મહાગઠબંધન પ્રયોગ થયો. વિધાનસભા ચૂંટણીમાં શિબૂ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી સાથે મળીને ચૂંટણી લડી. બિહારની જેમ જ ઝારખંડમાં પણ મહાગઠબંન ફેક્ટર સફળ રહ્યું અને બીજેપીની હાર થઈ.
પટણામાં એકજૂટ થયેલા વિપક્ષની શક્તિ
પટણામાં બીજેપી સામે એકજૂટ થયેલા વિપક્ષની શક્તિ પર નજર કરી લઇએ. હાલમાં બીજેપી પાસે લોકસભામાં 301 અને રાજ્યસભામાં 93 સાંસદ છે. તે ઉપરાંત 16 રાજ્યોમાં બીજેપીના નેતૃત્વવાળી એનડીએની સરકાર છે.
પટણામા બેઠકમાં એક થયેલા તમામ વિપક્ષી પાર્ટીઓ પાસે લોકસભામાં કુલ 140 સાંસદ છે, જ્યારે રાજ્યસભામાં 93 સભ્ય છે. તે ઉપરાંત 11 રાજ્યોમાં પટણામાં ભેગા થયેલા પાર્ટીઓની સરકાર ચાલી રહી છે. તે વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે, આ બેઠકમાં ઓડિશા, તેલંગાણા અને આંધ પ્રદેશની સત્તા પર બેસેલી પાર્ટીઓ સામેલ થઇ નથી.
આ પણ વાંચો- “ભારતની ટીકા નહીં પ્રશંસામાં ખર્ચ કરો એનર્જી” ઓબામાને અમેરિકામાંથી જ મળ્યો જવાબ