ગુજરાત

અહીં સ્ટેટ વિજિલન્સની ટીમે પાડેલો દરોડો સ્થાનિક પોલીસને મોંઘો પડ્યો, પીએસઆઈની રાતોરાત બદલી કરવી દેવામાં આવી

Text To Speech
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે દરોડો પાડી ચોરી કરેલી રેતી તથા અન્ય સાધનો મળી રૂ.2.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીએ પાડેલો દરોડો સ્થાનિક પોલીસને મોંઘો પડ્યો છે. કારણકે જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જોડિયા પીએસઆઈ ડી.પી.ચુડાસમાની તત્કાલ અસરથી બદલી કરી અને તેમને સીટી સી ડીવીઝનમાં મૂકી દેવામાં આવ્યા છે. તો જોડિયા પીએસઆઈ તરીકે કે.આર.સીસોદિયાને મુકવામાં આવ્યા છે. જેના કારણે ખનીજચોરની સાથે પોલીસબેડામાં પણ ફફડાટ ફેલાયો છે.
શું મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે ?
જોડિયા તાલુકાના બાદનપર ગામે સ્ટેટ વિજિલન્સની ટીમે જામનગર ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર કરવામાં આવતી રેતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જેના પગલે ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોની મિલીભગત છતી થઇ જવા પામી છે. આ રેડ દરમ્યાન 2 લોડર, કિં.રૂ.14,00,000 ઉપરાંત ડમ્પર વાહનો નંગ-07 કિં.રૂ.2,10,00,000 તેમજ એક ડમ્પર વાહનમાં ભરેલ સાદી રેતી(ખનીજ) 47.900 મેટ્રીક ટન કિં.રૂ.16,286 તથા ટ્રેક્ટર નંગ-02, કિં.રૂ.10,00,000 અને બન્ને ટ્રેક્ટરોમાં ભરેલ સાદી રેતી(ખનીજ) 10,720 મેટ્રીક ટન કિં.રૂ.3644 તથા મોટર સાયકલ વાહન નંગ-01, કિં.રૂ.25,000  એન્જીન ઓઈલની 20 લીટરની ડોલ નંગ-03, કિં.રૂ.4575 તથા ગેરકાયદેસર રેતી વેચાણ બાબતે ટ્રેક્ટર વાઈઝ કરેલ ફેરાનો હિસાબ લખેલ એક ચોપડો વિગેરે મળી કુલ રૂપિયા 2,34,49,505 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
Back to top button