આપના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણ નિતીને લઈને કર્યું ટ્વિટ, ભાજપ પર તાક્યું નિશાન
- જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની સ્થિતિ આવી જ રહેશે: ઈસુદાન ગઢવી
- IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી રાજકારણ ગરમાયું.
- છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળેલું: IAS ડૉ. ધવલ પટેલ
છોટા ઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણના સ્તરને લઈ IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો છે. ધીમે ધીમે હવે આ મામલો રાજકીય મુદ્દો બની રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ટ્વિટ કર્યુ છે. તેમેણે કહ્યું કે એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ બદતર છે. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે.
છોટા ઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણને લઈને આપ નેતા ઈસુદાન ગઢવીનું ટ્વિટ:
- એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે: ઇસુદાન ગઢવી
- ફક્ત છોટાઉદેપુરમાં જ નહીં, પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં કોઈ શાળા સારી નથી: ઇસુદાન ગઢવી
- આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર રચ્યું છે: ઇસુદાન ગઢવી
- આખા ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ બદતર છે: ઇસુદાન ગઢવી
- ઘણા ભાજપના નેતાઓની પ્રાઇવેટ શાળાઓમાં વધારે ફી આપીને લોકો પોતાના બાળકોને ભણાવવામાં મજબૂર થાય તે માટેનું ષડયંત્ર મને લાગી રહ્યું છે: ઇસુદાન ગઢવી
- સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ છે અને શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી: ઇસુદાન ગઢવી
- મારી વિનંતી છે ગુજરાત સરકારને અને શિક્ષણ મંત્રીને કે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરો અને તાત્કાલિક સારી શાળાઓ તૈયાર કરો: ઇસુદાન ગઢવી
- જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી આવી સ્થિતિ બની રહેશે અને એનાથી પણ બદતર સ્થિતિ થશે: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ બાબત પર વાત કરતા જણાવ્યું કે, “એક IAS ઓફિસરે હિંમત કરીને એક પત્ર લખ્યો છે. એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. આદિવાસી સમાજના બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારે એક વાત એમ પણ જોડવી છે કે ફક્ત છોટાઉદેપુરમાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. આખા આદિવાસી વિસ્તારમાં કોઈ શાળા સારી નથી.
એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે.
ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ બદતર છે.
જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે. pic.twitter.com/2K0yrkp4VB
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 26, 2023
વીડિયોમાં ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને અને શિક્ષણ મંત્રીને કે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા વિનંતી કરીછે, અને તાત્કાલિક સારી શાળાઓ તૈયાર કરવા કહ્યું છે. અને ગુજરાતની જનતાને અપીલ કરતા કહ્યું કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી આવી સ્થિતિ બની રહેશે અને એનાથી પણ બદતર સ્થિતિ થશે અને ભાવી પેઢી અંધકારમય થઈ જશે. જો એક ઘરનો એક વ્યક્તિ પીએસઆઇ, એસપી કે કલેક્ટર બની જશે, તો આખો પરિવાર અને સમાજ ગર્વ કરશે અને તેના પાટે ચડશે. એટલા માટે બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તો આનાથી આપણે કેટલાય વર્ષો પાછળ જતા રહીશું. માટે આજે આપણે સૌએ જાગવાની જરૂરત છે. આમ આવા અનેક આરોપો સાથે ઈસુદાને શિક્ષણ નિતીને લઈને મુદ્દા ઉઠાવ્યા છે.
ગુજરાતના સનદી અધિકારી ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે. ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચો: સલમાન અને કેટરિના કૈફની જોડીને ટાઈગર 3માં જોવા માટે રાહ જોઈ રહ્યા છે ચાહકો …