ટોપ ન્યૂઝનેશનલ

નકવીનો ઓબામાને જવાબ; કહ્યું- દેશવિરોધી અવાજ સાથે વિપક્ષ સૂરમાં સૂર પૂરાવે છે

Text To Speech

ભારતમાં મુસલમાનો અને પીએમ મોદી પર આપેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદનનોને લઈને બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ શાબ્દિક હુમલો કર્યો છે.

તેમને કહ્યું કે, જો કોઈ દેશ વિરૂદ્ધ બોલે છે તો વિપક્ષના લોકો તેના સુરમાં સૂર મિલાવતા જોવા મળે છે.

નકવીએ કહ્યું કે, કેટલાક લોકો જે વિદેશમાંથી પણ બોલે છે તેને લઈને પણ અમને અફસોસ થયો કે વિપક્ષના કોઈપણ નેતાએ તેમની નિંદા ન કરી અને ન તેમના અંગે એક શબ્દ ઉચાર્યો. આ સુનિયોજિત વિચારસરણી છે. જે ભારતને બદનામ કરવાની કોશિશમાં લાગેલી રહે છે અને નિષ્ફળ થાય છે.

તેમને કહ્યું, ભારત બેશિંગ બ્રિગેડથી પ્રભાવિત લોકોને હિન્દુસ્તાનની સમુદ્ધિ, સુરક્ષા અને સમાવેશી, સશક્તિકરણની જે જમીની હકીકતને જોતા માટે હિન્દુસ્તાનની જમીનને જૂએ છે. જો તમે ભારતના બ્રેશિંગ બ્રિગેડના દુષ્પચારોના આધાર પર ભારતને બદનામ કરવાના ભાગીદાર બનશો તો નિશ્ચિત રીતે કોઇ તેનો સ્વીકાર કરશે નહીં.

નકવીએ કહ્યું, આજે સમાજના બધા જ વર્ગ બરાબરીપૂર્ણ વિકાસના ભાગીદાર બની રહ્યાં છે, તેમાં લઘુમતી સમાજ પણ છે. આજ આ દેશમાં કોઈ ભાગલપુર, ભિવંડી, મલયાના, માલેગાંવ, હૈદરાબાદ, અલ્હાબાદ જેવા વિસ્તારમાં મહિનાઓ સુધી ચાલતા રમખાણ અને નરસંહાર થઈ રહ્યું નથી.

આ પણ વાંચો- હજ કરવા 16 લાખથી વધારે લોકો પહોંચ્યા સાઉદી; જાણો કેટલા ભારતીય

Back to top button